GSTV
Gujarat Government Advertisement

કામની વાત: જો વાહન ડીલર અપાવી રહ્યા છે કાર લોન, તો સૌથી પહેલા આ પાંચ કામ કરો, પસ્તાવાનો વારો નહીં આવે

Last Updated on March 18, 2021 by

મોટા ભાગે જ્યારે આપણે નવી કાર ખરીદવા માટે જઈએ છીએ, ત્યારે વાહન ડીલર શોરૂમમં બેઠેલા બેંક કર્મી પાસેથી લોન લેતા હોય છે. જે સૌ કોઈ માટે આસાન વાત નથી, કારણ કે, બેંકના ચક્કર લગાવવા પડતા નથી અને એક છત નીચે જ દરેક કામ થઈ જતાં હોય છે.

તો વળી તેનું બીજૂ એક નુકસાન એ પણ છે કે, આપને લોનની અવેજમાં વધારે વ્યાજ ચુકવવુ પડી શકે છે, કારણ કે, શોરૂમમાં બેઠેલી બેંકને ડીલરને પણ કમિશન આપવાનું હોય છે. એટલા માટે લોન લેતા પહેલા ઓનલાઈન રિસર્ચ કરો અને ત્યાર બાદ શોરૂમમાં બેઠેલી બેંકના પ્રતિનિધિ પાસેથી વ્યાજને લઈને ભાવતાલ કરો.

ડીલર આપી શકે છે મોટી છૂટ

જો આપ ઓનલાઈન વ્યાજ ચેક કરવા પરથી ખબર પડે કે, ડીલરની સાથે ભાગીદારી કરેલી બેંક વધારે વ્યાજ વસૂલી રહી છે, તો આપ ડીલર સાથે વાત કરો. વ્યાજદરમાં અંતર હોય તો ડીલ આપને ગાડીમાં છૂટ આપી શકે છે. અન્ય એક વાતનુ ધ્યાન રાખો કે, ક્યારેય પણ કાર લોન વલેવામાં ફક્ત વ્યાજની સરખામણી ન કરો.લોન અવધીમાં ચુકવવામાં આવતા કુલ વ્યાજનું પણ આકલન કરો. આપ આ કામ ઓનલાઈન પણ કરી શકો છો. આપ એક સાથે કેટલીય બેંકોના વ્યાજ અને કુલ ચુકવેલા રકમની ગણતરી કરી શકો છો. ત્યાર બાદ લોનની પસંદગી કરો, જ્યાં આપને સૌથી ઓછી રકમ ચુકવવી પડે.

ન રોડ અથવા શોરૂમની કિંમત પર લોન

ખાસ કરીને બેંક ગ્રાહકોને લલચાવવા માટે બે ટ્રિકનો ઉપયોગ કરતા હોય છે. તેનાથી બચવા માટે સૌથી પહેલા એ ચેક કરી લો કે, બેંક દ્વારા આપવામાં આવતી કારના ઓન રોડ કિંમત છે અથવા એક્સ શોરૂમ કિંમત પર. જે આપના દ્વારા આપવામાં આવેલી લોનની રકમ પર અસર પડશે. ક્યારેક ક્યારેક, બેંક તમારી પાસે એક સરખા ઈએમઆઈ ચુકવવા માટે કહેતા હોય છે.

પ્રોસેસિંગ ફીસ અને અન્ય દરોની પણ ચકાસણી કરો

કાર લોન લેવામાં ફક્ત વ્યાજદરની ચિંતા જ ન કરો. તેની સાથે તેના પર લાગતી પ્રોસેંસિંગ ફી અને અન્ય દરો વિશે પણ વિચારો. તેમાં ડોક્યુમેંટેશન અને લોન પહેલા બંધ કરવા પરનો ચાર્જ પણ જાણો. ક્યારેય પણ કાર માટે મોટી લોન લો. હંમેશા નાની લોન લેવાય તે વાતનું ધ્યાન રાખો. નાના સમયગાળાની લોનમાં ઓછુ વ્યાજ ચુકવવુ પડશે.

ઈંશ્યોરેંસ પ્રીમિયમની સરખામણી અવશ્ય કરો

નવી કાર ખરીદતી વખતે લોન પર લાગતા વ્યાજની સાથે ઈંશ્યોરેંસ પ્રીમિયમની સરખામણી કરો. આપ આ કામ ઓનલાઈન પણ કરી શકો છો. જો ડીલર આપને મોંઘુ પ્રિમીયમ વસૂલી રહ્યા છે,તો બહારથી ઈંશ્યોરેંસ કરાવો. આમ આવી રીતે આપ બચત કરી શકો છો.

ઈએમઆઈનું ધ્યાન રાખો

આવક અનુસાર માસિક ઈએમઆઈનું પણ ધ્યાન રાખો. ત્યાર બાદ આપ નાણાકીય બોઝથી પરેશાન થશો નહીં.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો