Last Updated on March 18, 2021 by
હબલ ટેલિસ્કોપે એક એવા એલિયન ગ્રહની શોધ કરી છે જે લાવાથી ભરેલો છે. આ સમયે તે પોતાની ચારે તરફ પોતાનું વાયુમંડળ બનાવી રહ્યું છે. જેમ કે કરોડો વર્ષો પહેલા પૃથ્વી સાથે થયું હતું. વૈજ્ઞાનિકોને લાગે છે કે તેમણે એક એલિયન વાળી દુનિયાની જાસૂસી કરી છે જેણે પહેલા પોતાનું વાયુમંડળ ગુમાવી દીધું હતું. પછીથી તેને જાતે જ બનાવવામાં લાગી ગયા છે.
આ ગ્રહ પૃથ્વીથી 41 પ્રકાશવર્ષ દૂર સ્થિત એક નાના તારાની પરિક્રમા કરે છે
હબલ સ્પેસ ટેલીસ્કોપ (Hubble Space Telescope) અનુસાર GJ1132B નામના ગ્રહને સૌથી પહેલા 2017માં જોવામાં આવ્યો હતો. આ પૃથ્વીથી 41 પ્રકાશવર્ષ દૂર સ્થિત એક નાના તારાની પરિક્રમા કરે છે. તેનો એક ચક્કર પૃથ્વીના 1.5 દિવસ બરાબર છે. પોતાના તારાના ચક્કર લગાવતી વખતે તે અંતરિક્ષમાં રહેલા અનેક પ્રકારના રેડિએશનનું શોષણ કરે છે. તેના કારણે વૈજ્ઞાનિકોને લાગે છે કે તે વાયુમંડળ બનવાના સંકેત જોઇ રહ્યાં છે, જે ગ્રહ બન્યાના લાંબા સમય બાદ થયુ છે.
This strange lava-rich alien planet is making itself a new atmosphere https://t.co/iVtU3LdJPt pic.twitter.com/MJriY2cApB
— Live Science (@LiveScience) March 15, 2021
કેલિફોર્નિયામાં નાસાના જેટ પ્રોપલ્શન લેબોરેટરીના એક્સોપ્લેનેટ વૈજ્ઞાનિક રઇસા એસ્ટ્રેલાનું કહેવુ છે કે આ ખૂબ જ ઉત્સાહિત કરનારુ હતું, કારણ કે અમારુ માનવુ છે કે હવે જે વાયુમંડળ અમે જોયુ તે રી-જનરેટ થઇ રહ્યું છે. તેથી આ ગ્રહનું બીજુ વાયુમંડળ હોઇ શકે છે. એસ્ટ્રેલાએ કહ્યું કે અમે પહેલા વિચાર્યુ હતું કે ઉચ્ચ અવિકિરણ વાળા ગ્રહ ઘણો બોરિંગ હશે, કારણ કે તે પોતાનું વાયુમંડળ ગુમાવી ચુક્યો હતો. જ્યારે અમે હબલ ટેલીસ્કોપથી તેના વર્તમાન નજારાને જોયુ તો દંગ રહી ગયા.
મંગળે 400 કરોડ વર્ષ પહેલા પોતાનુ મેગ્નેટિક ફીલ્ડ ગુમાવી દીધી
પૃથ્વીનું વાયુમંડળ તેના મેગ્નેટિક ફીલ્ડના કારણે અટકેલુ રહે છે. પરંતુ અન્ય ગ્રહોમાં પણ આવું જ થાય તે જરૂરી નથી. મંગળ ગ્રહ પર પણ ખાસ્સુ ગાઢ વાયુમંડળ હતુ. પરંતુ મંગળે 400 કરોડ વર્ષ પહેલા પોતાનુ મેગ્નેટિક ફીલ્ડ ગુમાવી દીધી. તે બાદ ત્યાંથી વાયુમંડળ પણ ગાયબ થઇ ગયુ. ઘણીવાર આવું એક્સોપ્લેનેટ સાથે થાય છે.
રિસર્ચરને લાગતું હતું કે GJ1132B વાયુમંડળીય નિર્માણની સમજને એક ડગલું આગળ લઇ જશે. ગ્રહ દ્વારા હાઇડ્રોજન, હીલીયમ અને સમૃદ્ધ માળખાગત વાતાવરણ ગુમાવ્યા બાદ આ એક ગ્રહ બનશે. પરંતુ હબલ ઓબ્ઝર્વેશન પરથી લાગે છે કે GJ1132B હાઇડ્રોજન, હાઇડ્રોજન સાઇનાઇડ, મીથેન, એયરોસોલના મિશ્રણથી બનેલુ છે જે પૃથ્વી પર થતા સ્મોગ સાથે મેળ ખાય છે.
આ ગ્રહને સમજવા માટે વૈજ્ઞાનિકો તેના પર નજર રાખી રહ્યાં છે
આખરે આ કેવી સિસ્ટમ છે, GJ1132Bનો તેના તારા સાથે કેવો સંબંધ છે, તેને સમજવા માટે વૈજ્ઞાનિકો તેના પર નજર રાખી રહ્યાં છે. ગ્રહની કક્ષાના વિવરણોના કારણે રિસર્ચર્સને શંકા છે કે આ મામલે સૂરજ જેવા તારા ગ્રહને ગરમ કરીને પોતાની તરફ ખેંચે છે. તેનાથી આ ગ્રહ પર ભયાનક જ્વાળામુખી ગતિવિધીઓ થઇ શકે છે.
આ વિચિત્ર વાતાવરણ ગ્રહમાં ઓગળેલા પહાડોમાંથી નીકળતા ગેસને પેદા કરે છે. વૈજ્ઞાનિકોને આશા છે કે નાસાના શક્તિશાળી જેમ્સ વેબ સ્પેસ ટેલીસ્કોપ કરતાં વધુ સારી જાણકારીઓ મળશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31