Last Updated on March 18, 2021 by
ઓડિશામાં પરિવહન વિભાગની ભારે મોટી બેદરકારી સામે આવી છે અને હેલ્મેટ વગર ટ્રક ચલાવવા મામલે એક વ્યક્તિને 1,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઘટના ઓડિશાના ગંજમ જિલ્લા ખાતે બની હતી અને ટ્રક ડ્રાઈવર પ્રમોદ કુમાર પોતાની પરમિટ રિન્યૂ કરાવવા આરટીઓ ઓફિસ ગયા તે સમયે તેનો ખુલાસો થયો હતો. ટ્રાન્સપોર્ટ વિભાગની બેદરકારી છતા પ્રમોદ કુમારે દંડની તે રકમ જમા કરાવવી પડી હતી.
હેલ્મેટ પહેર્યા વગર ટ્રક ચલાવવા બદલ દંડ
પ્રમોદ કુમાર જ્યારે ટ્રકની પરમિટ રિન્યુ કરાવવા પરિવહન વિભાગની ઓફિસ પહોંચ્યા ત્યારે અધિકારીઓએ તેમને દંડ ચુકવવાનો બાકી હોવાની માહિતી આપી હતી. પ્રમોદ કુમારે દંડનું કારણ પુછ્યું ત્યારે અધિકારીઓએ તેમને હેલ્મેટ પહેર્યા વગર ડ્રાઈવિંગ કરવા બદલ દંડ થયો હોવાની જાણકારી આપી હતી.
દંડ ન ભરે ત્યાં સુધી પરમિટ રિન્યૂ નહીં થાય
પ્રમોદ કુમારે ટ્રક માટે હેલ્મેટ વગર ડ્રાઈવિંગનું ચલણ ફાટ્યું હોવાની અનેક દલીલ કરી હતી પરંતુ દંડ ન ભરે ત્યાં સુધી પરમિટ રિન્યુ નહીં થાય તેમ કહેવામાં આવ્યું હતું. આખરે વોટર સપ્લાયનું કામ કરતા પ્રમોદ કુમારે પરમિટ રિન્યુ કરાવવા માટે થઈને 1,000 રૂપિયાનો દંડ ભરી દેવો પડ્યો હતો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31