Last Updated on March 18, 2021 by
ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ અને ગ્વાલિયરના મહારાજ જ્યોતિરાદિત્ય સિંધિયાના જય વિલાસ પેલેસમાં ચોરી થઈ છે. જો કે, રાજ્યના સૌથી સુરક્ષિત મનાતા જય વિલાસ પેલેસમાં થયેલી આ ચોરીની ઘટનાથી પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે હવે મોડે મોડે પોલીસ સ્નિફર ડોગની મદદથી ચોરને પકડવાની કોશિશ કરી રહી છે.
સિંધિયા રાજવંશના જય વિલાસ પેલેસ પરિસરમાં થયેલી ચોરીને લઈને ગ્વાલિયરના પોલીસ અધિકારી રત્નેશ તોમરે કહ્યુ હતું કે, બુધવારે સવારે રાનીમહલથી બતાવવામાં આવ્યુ હતું કે, છતના રસ્તે થઈને ચોર મહેલના એક રૂમમાં ઘૂસ્યા હતા. સૂચના મળતા તુરંત જ પોલીસ અધિકારી અને પોલીસ ફોર્સની સાથે સ્નિફર ડોગ તથા ફોરેન્સિક ટીમને ઘટના સ્થળે મોકલી દીધા છે.
ફોરેન્સિક ટીમે સબૂત એકઠા કર્યા
હાલમાં જોઈએ તો, પોલીસ અને ફોરેન્સિક ટીમે ભાજપા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાના જય વિલાસ પેલેસમાં પહોચીને ચોરીના જગ્યાએ ફિંગરપ્રિન્ટ અને જરૂરી પુરાવા એકઠા કરી લીધા છે. જ્યારે મહેલમાં એક પંખો અને કમ્પ્યુટરનું સીપીયુની પણ ચોરી થઈ હોવાની વાત સામે આવી છે.
આપને જણાવી દઈએ કે, જય વિલાસ પેલેસ દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ ખૂબ ચર્ચિત છે. આ જ કારણ છે કે, તેને જોવા માટે લોકો દેશ વિદેશમાંથી આવતા હોય છે. આ પેલેસને શ્રીમંત જયાજી રાવ સિંધિયાએ 1874માં બનાવ્યો હતો. જે લગભગ 40 એકરમાં ફેલાયેલો છે. જ્યારે તેની કિંમત 4 હજાર કરોડ રૂપિયા છે. 400 રૂમ ધરાવતા આ પેલેસને વિદેશી કારીગરોએ બનાવ્યો હતો. તેની દિવાલો પર સોના અને ચાંદીથી કારીગરી કરવામાં આવેલી છે. જય વિલાસ પેલેસમાં 3500 કિલોના બે ઝૂમર પણ લગાવેલા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31