Last Updated on March 18, 2021 by
ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત દ્વારા મહિલાઓને પોશાકને લઈને જે રીતે વાહિયાત નિવેદન આપ્યુ છે, તેના પર વિવાદ વધી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ નિવેદનને લઈને તેઓ ભરાઈ ગયા છે. જો કે, હવે ધીમે ધીમે આ મુદ્દે રાજકીય ગરમાવો પણ આવી રહ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાએ તીરથ સિંહ રાવતના નિવદેન પર બરાબરનો કટાક્ષ કર્યો છે.
Uttarakhand CM :
— Mahua Moitra (@MahuaMoitra) March 17, 2021
“Jabh nichey dekha toh gumboot the.. aur upar dekha toh …. NGO chalati ho aur ghutney phatey dikte hai?”
CM saab- jabh apko dekha toh upar neeche aagey peechey humein sirf besharm behuda aadmi dikhta hai
State chalatey ho aur dimaag phatey dikte hai?
ટીએમસી સાંસદે સોશિયલ મીડિયા પર બરાબરના લઈ લીધા
ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાએ ટ્વીટર પર લખ્યુ છે કે, ઉત્તરાખંડના સીએમ કહે છે કે, સીએમ સાહેબ આપને તો ઉપર-નીચે-આગળ-પાછળ ગમે ત્યાં જોઈએ બેશર્મ અને બેડોળ માણસ લાગો છો. એક રાજ્ય ચલાવી રહ્યો છો, પણ મગજથી ફાટેલા લાગો છો.
રાજકીય પાર્ટીઓએ પણ વિરોધ નોંધાવ્યો
આપને જણાવી દઈએ કે, ફક્ત મહુઆ મોઈત્રા જ નહીં, પણ કેટલાય રાજકીય પક્ષોએ ભાજપના મુખ્યમંત્રીનો ઉધડો લઈ લીધો છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ સતત સોશિયલ મીડિયા પર તીરથ સિંહના નિવેદનની ધોર આલોચના થઈ રહી છે.
સોશિયલ મીડિયા પર ટ્રેંડ શરૂ થયો
ગત દિવસોમાં નવા નવા બનેલા સીએમે આપેલા નિવેદનના કારણે સોશિયલ મીડિયા પર પણ ભારે હોબાળો થયો છે. એટલુ જ નહીં તીરથ સિંહ રાવતના નિવેદનનો વિરોધ કરવા માટે સોશિયલ મીડિયા પર હૈશટેગ પણ ચલાવવામાં આવ્યુ હતું.#RippedJeansTwitter.
હાલમાં જ બનેલા મુખ્યમંત્રી બોલવામાં ભાન ભૂલ્યા
આપને જણાવી દઈએ કે, તીરથ સિંહ રાવતે મહિલાના પોશાકને લઈને વાહિયાત નિવેદન આપ્યુ હતું. તેમનુ કહેવુ હતું કે, જે મહિલાઓ ફાટેલા જિન્સ પહેરે છે, તેમનામાં ક્યાંથી સંસ્કાર હોય. આ નિવેદનને લઈને ખૂબ વિરોધ થઈ રહ્યો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31