Last Updated on March 17, 2021 by
કેરળ વિધાનસભાની ચૂંટણી અગાઉ જ ભાજપને મોટો ઝાટકો લાગ્યો છે. કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયેલા પીસી થૉમસે એનડીએનો સાથ છોડી દીધો છે. કેરળ કોંગ્રેસથી અલગ થયેલા પીસી થૉમસના જૂથે આગામી વિધાનસભા ચૂંટણીમાં એક પણ બેઠક ના મળવા પર મંગળવાર મોડી રાતે આ નિર્ણય લીધો હતો.
વ્યક્તિગત કારણોસર હું ચૂંટણી લડી શકું તેમ નથી
થોમસે જણાવ્યું કે- ‘ભાજપ તેમને એક માત્ર પાલા વિધાનસભા બેઠક આપવા માગતું હતું, એ પણ શરત હતી કે હું પોતે ત્યાં ઉમેદવાર રહું. વ્યક્તિગત કારણોસર હું ચૂંટણી લડી શકું તેમ નથી.’ ગત ચૂંટણીમાં તેમના જૂથે 4 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી હતી, પરંતુ આ વખતે ભાજપ હવે તેમને એક પણ બેઠક આપવા તૈયાર નથી.
પી.જે.જોસેફના નેતૃત્ત્વવાળી કેરળ કોંગ્રેસમાં વિલય થશે
જે પછી થૉમસે કહ્યું કે,તેમના નેતૃત્ત્વવાળી કેરળ કોંગ્રેસનું પી.જે.જોસેફના નેતૃત્ત્વવાળી કેરળ કોંગ્રેસમાં વિલય થશે અને તેઓ કોંગ્રેસના નેતૃત્ત્વ હેઠળના ગઠબંધન યુડીએફનો ભાગ બનશે. વાજપેયી સરકારમાં કેન્દ્રીય મંત્રી રહેલા પીસી થોમસ 6 વખત સાંસદ રહી ચૂક્યા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31