GSTV
Gujarat Government Advertisement

ચારધામની યાત્રા કરવા માગતા લોકો માટે ખુશખબર, 12 દિવસના પ્રવાસ માટે જાહેર થયાં સસ્તા પૈકેજ, આવી રીતે કરાવો બુકીંગ

Last Updated on March 17, 2021 by

ચારધામની યાત્રા કરવા માગતા લોકો માટે હાલ સારા સમાચાર આવ્યા છે. ઈંડિયન રેલ્વે કૈટરીંગ એન્ડ ટુરિઝ્મ કોર્પોરેશન લિમિટેડ હિમાલયન ચાર ધામ યાત્રા 2021 માટે સારામાં સારા ટૂર પૈકેજ લઈને આવ્યું છે. જે અંતર્ગત કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામના દર્શન કરવામાં આવશે.

ચાર ધામ યાત્રા માટેના પેકેજ

આઈઆરસીટીસી દ્વારા ટ્વિટ કરીને આપવામાં આવેલી જાણકારી મુજબ 11 રાત્રિ અને 12 દિવસના ટૂર પેકેજનું ભાડૂ 43850 રૂપિયા પ્રતિ વ્યક્તિ હશે. તો વળી બે ધામ યાત્રા માટે 37800 રૂપિયા ખર્ચ લાગશે.

જ્યારે હરિદ્વારથી યાત્રા માટે જતા મુસાફરોને 40100 રૂપિયામાં ચાર ધામ જ્યારે 34650 રૂપિયા બે ધામની યાત્રાનો ખર્ચ થશે. ખાસ વાત એ છે કે, કોરોના મહામારીના કારણે એક ગ્રુપમાં ફક્ત 20 યાત્રિકોને જ ચારધામ લઈ જવામા આવશે. ટૂર પેકેજમાં થ્રી સ્ટાર હોટલમાં રોકાવાનું અને ભોજનની વ્યવસ્થા પણ શામેલ છે.

આવી રીતે કરાવો બુકીંગ

ચાર ધામ યાત્રા માટે IRCTCની સત્તાવાર વેબસાઈટ irctctourism.com પર જઈને બુકીંગ કરી શકાશે. સાથે જ કોઈ પણ પ્રકારની જાણકારી માટે આઈઆરસીટીસી દ્વારા જાહેર કરવામાં આવેલા હેલ્પલાઈન નંબર 9717641764, 8287930908, 8287930909, 8595930981 અને 8287930910 પર સંપર્ક કરી શકાશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો