Last Updated on March 17, 2021 by
પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કામાં 27 માર્ચે મતદાન થવાનું છે. એવામાં આરોપ પ્રત્યારોપની રાજનીતિ ચરમસીમાએ પહોંચી છે. પરંતુ આ વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોરોના વેક્સિનને લઈને ખોટું પણ બોલી નાંખ્યું છે. હકિકતમાં મમતા બેનર્જી ઝારગ્રામમાં જનસભા કરવા પહોંચ્યા હતા. અહીં તેમણે ખોટા દાવાના આધારે કેન્દ્રને નિશાન બનાવ્યું હતું.
મમતાનો દાવો પડ્યો છે સદંતર ખોટો
હકિકતમાં મમતાએ કહ્યું કે બંગાળમાં કોરોના વેક્સિનની ઘટ છે. તેમણે કહ્યું કે, અમે વેક્સિન માગી રહ્યા છીએ પરંતુ અમને વેક્સિન નથી મળી રહી. પરંતુ મમતાનો આ દાવો સદંતર ખોટો છે.
શું છે હકિકત
સ્વાસ્થ્ય મંત્રાલયના આંક મુજબ બંગાળમાં 17 માર્ચ સવારે 8 વાગ્યા સુધી વેક્સિનની 52.9 લાખ ડોઝ મોકલાઈ છે. જેમાંથી 30.89 લાખ ડોઝનો વપરાશ થયો છે. જ્યારે કે હજુ પણ 20.01 લાખ વેક્સિનના ડોઝનો ઉપયોગ થયો નથી.
બીજેપી સૌથી મોટી ધોખાબાજ પાર્ટી
મમતા બેનર્જીએ કહ્યું કે નરેન્દ્ર મોદી ચુંટણી દરમિયાન સત્તામાં આવવા પર બિહારમાં લોકોને મફત રસીકરણનો વાયદો કર્યો હતો. પરંતું શું તેમણે રસી ઉપલબ્ધ કરાવી ? ના. તેમણે ના કર્યું. તેમણે લોકો સાથે ખોટું બોલ્યા. મમતાએ કહ્યું કે બીજેપી સૌથી મોટી ધોખાબાજ પાર્ટી છે. જે દેશને બરબાદ કરવામાં લાગી છે. મેં પણ કેન્દ્ર સરકારને વેક્સિન મોકલવાનું કહ્યું પરંતુ વેક્સિન ન મોકલાવી. કોરોનાના કેસ પાછા વધી રહ્યા છે તે અમને મફતમાં વેક્સિન નથી આપી રહ્યા.
12 માર્ચ સુધી મહારાષ્ટ્રમાં માત્ર 23 લાખ ડોઝ લોકોને અપાયા
એક તરફ કોરોનાનો કહેર વધી રહ્યો છે તો બીજી તરફ હજી પણ કોરાનાની રસી મુકવાની કામગીરીની ગતિ અંગે સવાલ ઉભા થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે મહારાષ્ટ્ર સરકાર પર ચોંકાવનારો આરોપ લગાવ્યો છે. પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્રને કોરોનાની રસીના 54 લાખ ડોઝ અપાયા હતા પરંતુ 12 માર્ચ સુધી મહારાષ્ટ્રમાં માત્ર 23 લાખ ડોઝ લોકોને અપાયા છે. આમ 56 ટકા વેક્સીનનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. બીજી તરફ શિવસેનાના સાંસદ રાજ્ય માટે વધારે વેક્સીન માંગી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે આ પહેલા કોરોનાકાળમાં મહારાષ્ટ્ર સરકારનો ગેરવહીવટ જોવા મળ્યો હતો અને હવે કોરોનાની વેક્સીન મુકવામાં પણ ગેરવહીવટ જોવા મળી રહ્યો છે. દેશના જે પાંચ રાજ્યોમાં કોરોનાનુ સંક્રમણ ફરી વધ્યુ છે તેમાં મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક તથા ગુજરાત અને તામિલનાડુનો સમાવેશ થાય છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31