Last Updated on March 17, 2021 by
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ગત ટી-20માં73 અને 77 રનની અણનમ ઈનીંગ્સ રમવાનો ફાયદો મળ્યો છે. આસીસીની તરફથી તાજેતરમાં બેટ્સમેનના ટી 20 રેંકીંગ (ICC T20I Rankings) એક સ્થાન ઉપર લઈને પાંચમા ક્રમે મુકી દીધો છે. તેણે 47 રેટીંગ પોઈ્ટનો ફાયદો થયો છે અને તેના 744 પોઈન્ટ થઈ ગયા છે. હાલમાં તે વન ડે રેંકીંગમાં પ્રથમ સ્થાને અને ટેસ્ટમાં પાંચમા સ્થાને ચાલી રહ્યો છે. એટલે કે, ત્રણેય ફોર્મેટમાં ટેસ્ટ, વન ડે અને ટી 20માંતે ટોપ 5માં શામેલ થનારો એક માત્ર ભારતીય બેટ્સમેન બન્યો છે.
ભારતીય ખેલાડીઓના રેંકીંગ
બીજી બાજૂ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી-20 સીરીઝમાં સતત બે વાર શૂન્ય પર આઉટ થવાના કારણે ભારતીય ઓપનર કેએલ રાહુલને નુકસાન થયુ છે. તે ટી 20 રેંકીંગમાં એક ક્રમ નીચે આવી ગયો છે, જે બાદ તેનું સ્થાન ચોથા સ્થાને આવી ગયો છે. તેના ખાતામાં 771 રેંટીંગ પોઈન્ટ છે. ટી 20 રેંકીંગમાં ઈંગ્લેન્ડના ડેવિડ મલાન અત્યારે નંબર 1 બેટ્સમેન છે. તેની પાસે 894 રેંકીંગ પોઈન્ટ છે. બીજા નંબર ઓસ્ટ્રેલિયાના એરોન ફિંચ ( 830 પોઈન્ટ) સાથે છે. ત્રીજા નંબરે 83 રનની મેચ જિતાડનારા ઈંગ્લેન્ડના વિકેટ કિપર બેટ્સમેન જોસ બટલરને ટેસ્ટ રેંકીંગમાં પાંચ સ્થાનનો ફાયદો થયો છે. અને તે 19માં સ્થાન પર આવી ગયો છે. તે પોતાના કરિયરનું સર્વશ્રેષ્ઠ ટી 20 રેંકીંગમાં 17થી ફક્ત બે સ્થાન પાછળ છે. તેણે ઓક્ટોબર 2018માં ટી 20માં સર્વશ્રેષ્ઠ રેંકીંગ મેળવ્યુ હતું.
વન ડે રેંકીંગમાં નંબર 1 વિરાટ કોહલી
બીજા ભારતીય બેટ્સમેનમાં ટી 20 રેંકીંગની વાત કરીએ તો, શ્રેયસ અય્યરે 32 સ્થાનની છલાંગ લગાવીને 31માં નંબર પર આવી ગયો છે. વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંચ 80માં સ્થાને આવી ગયો છે. તો વળી ઓલરાઉન્ડર્સ વોશિંગ્ટન સુંદર 11માં સ્થાન પર છે. જ્યારે બેટ્સમેન વન ડે રેંકીંગની વાત કરીએ તો, વિરાટ કોહલી પ્રથમ નંબરે છે. તેના ખાતામાં 870 રેટીંગ પોઈન્ટ છે. તો વળી વેસ્ટઈંડીઝના વિકેટકીપર બેટ્સમેન શાઈ હોપને શ્રીલંકાની વિરુદ્ધ સીરીઝમાં સારી એવી બેટીંગનું ઈનામ મળ્યુ છે. તે સંયુક્ત રીતે ઓસ્ટ્રેલાઈ બેટ્સમેન ડેવિડ વોર્નરની સાથે સાતમા સ્થાને આવ્યો છે. વન ડે રેંકીંગમાં રોહિત શર્મા બીજા નંબર અને બાબર ત્રીજા સ્થાને આવ્યો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31