GSTV
Gujarat Government Advertisement

ખાસ વાંચો/ ફરવાના શોખીનો માટે ખુશખબર, દર બુધવારે મળશે આ ખાસ ઑફર, જલ્દી ઉઠાવો લાભ

ફરવા

Last Updated on March 17, 2021 by

જો તમે ફરવાના શોખીન છો, તો આ સમાચાર તમારા માટે છે. તમારા માટે ફરવા અને નવી જગ્યાઓ જોવી હવે સસ્તી થઈ ગઈ છે. કારણ કે હવે તમારી ટ્રિપ પર તમને ડિસ્કાઉન્ટ મળશે. હવે તમે ટ્રિપ પર 10 ટકા સુધીની છૂટ મેળવી શકો છો. બસ, તમારે ચૂકવણી કરવી થોડી અલગ રીતે કરવી પડશે, અને તમને ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે…સંપૂર્ણ માહિતી માટે આ વાંચો નીચેની વિગતો …

જો તમે આઈસીઆઈસી બેંકના ગ્રાહક છો, તો તમે તમારી ટ્રિપ પર 10 ટકા ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. અને સૌથી મોટી વાત એ છે કે બેંકની આ ઑફરનો લાભ લેવા માટે બેંક તરફથી કોઈ મિનિમમ ટ્રાન્જેક્શન લિમિટ પણ નથી. આનો અર્થ એ છે કે તમારી ટ્રીપ કૉસ્ટ ગમે તેટલો ઓછો હોય, તમને 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે જ. આ ઑફર માટે, તમારે ગોઇબીબો (Goibibo) દ્વારા તમારી ટ્રીપ બુકિંગ કરવી પડશે.

fd

જો તમે ક્યાંક ટ્રીપ માટે પ્લેનની ટિકિટ બુક કરવા જઇ રહ્યા છો, તો જાણી લો કે ટિકિટ બુક કરાવ્યા પછી તરત જ તમને 10 ટકા કેશબેક મળશે. આઈસીઆઈસીઆઈ બેંકની આ ઑફર હેઠળ તમને મહત્તમ 1250 રૂપિયા ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ ઑફર દર બુધવારે 31 માર્ચ સુધી ઉપલબ્ધ રહેશે.

ઓફરની વિશેષ બાબતો: –

  • બુકિંગ પર 10% કેશબેક મળશે.
  • મિનિમમ ટ્રાન્જેક્શન માટેની કોઈ લિમિટ નથી.
  • ઑફરનો લાભ 31 માર્ચ 2021 સુધી દરેક બુધવારે મળશે.
  • મહત્તમ ડિસ્કાઉન્ટ 1250 રૂપિયા સુધી મળી શકે છે.

કેવી રીતે પેમેન્ટ કરવું: –

  • આ ઓફર મેળવવા માટે વ્યક્તિએ ફક્ત આઈસીઆઈસીઆઈ બેંકથી જ પેમેન્ટ કરવાનું રહેશે.
  • તમારે આઈસીઆઈસી બેંકની નેટ બેંકિંગ દ્વારા પેમેન્ટ કરવું પડશે
  • અન્ય કોઈપણ માધ્યમથી કરેલું પેમેન્ટ માન્ય રહેશે નહીં.
  • ટિકિટ કેન્સલ કરવા પર ઑફરનો લાભ મળશે નહીં.
 ફરવા

ઑફરનો લાભ કેવી રીતે મેળવી શકાય

  • પહેલાં ગોઇબીબોની વેબસાઇટ www.goibibo.com પર જાઓ.
  • તમે જે ફ્લાઇટમાં જવા માંગો છો તેનું બુકિંગ નક્કી કરો.
  • આઈસીઆઈસીઆઈ નેટ બેન્કિંગ સાથે પેમેન્ટ કરો

આ ઓફર આઈસીઆઈસી બેંક તેના ગ્રાહકોને આપી રહી છે. જો તમે પણ આ ઑફરનો લાભ લેવા માંગતા હો, તો તમારે 31 માર્ચ પહેલાં ટિકિટ બુક કરાવવી જોઈએ. પરંતુ ફક્ત ગોઇબીબોની વેબસાઇટની મુલાકાત લઈને ટિકિટ બુક કરો. જો કે, એ પણ જાણી લો કે જો કોઈ કારણોસર તમારી ટ્રિપ કેન્સલ કરવામાં આવે છે, તો તમને ઑફરનો લાભ નહીં મળે. તે કિસ્સામાં વેબસાઇટ ચાર્જને બાદ કર્યા પછી તમારા પૈસા પાછા કરશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો