Last Updated on March 17, 2021 by
કેટલાય એવા દેશો છે, જ્યાં સરોગેસીનું ચલણ વધી રહ્યુ છે. સરોગેસીમાં મહિલાઓ કોઈ અન્ય બચ્ચાને પોતાના ગર્ભમાં ઉછેરે છે. ભારતમાં પણ કેટલીય સેલિબ્રિટી પેરેન્ટ્સ બનવા માટે સરોગેસી એટલે કે, ભાડે રાખેલી કોખને સહારો લેતા હોય છે. જો કે, સરોગેસી મધરની પસંદગી, કેટલી અધરી હોય છે આ પ્રક્રિયા, શું બાળકના જન્મ બાદ સરોગેટ મધરની કોઈ ભૂમિકા હોય છે ? આવા કેટલાય સવાલો લોકોના મનમાં આવતા હોય છે.
24 વર્ષની ઉંમરે બનેલી સરોગેસીએ જણાવી આપવીતી
સરોગેસીમાં અમુક મહિલાએ અથવા તો ડોનરના એગ્સ દ્વારા કોઈ અન્ય કપલ માટે પ્રેગ્નેટ થતી હોય છે. મોટા ભાગે બાળક થયા બાદ સરોગેટ મધરનું પેરેન્ટ્સ સાથે કોઈ સંબંધ રહેતો નથી. જો કે, અમુક મધર બાળક થયાં બાદ પણ ક્લાઈંટ સાથે સંબંધ રાખતી હોય છે. 24 વર્ષની ઉંમરમાં જ સરોગેટ બનેલી એમ્માએ પોતાની લાગણી એક ઈન્ટરવ્યૂના માધ્યમથી જણાવી છે.
24 વર્ષિય એમ્મા જણાવે છે કે, તે હંમેશા પોતાના બાળકની માતા બનતા પહેલા કોઈ અન્યના બચ્ચાની માતા બનવા માગતી હતી. એમ્મા જણાવે છે કે, મને બીજા કપલ્સની મદદ કરવી ખૂબ ગમે છે. એમ્માને પોતાનો પણ એક સાડા ત્રણ વર્ષનો દિકરો છે.
ગે કપલ માટે બની સૌ પ્રથમ સરોગેસી
એમ્મા એક યુવા સરોગેટ મધર છે અને તેણે માર્ચ 2020માં ગે કપલ કેવિન અને એકી માટે સરોગેસીથી એક બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીનું નામ મિયા અને તે એક વર્ષની થઈ ગઈ છે. એમ્મા જણાવે છે કે, તે આ કપલને એક એપના માધ્યમથી મળી હતી. આ એપ થનારા વાલી અને સરોગેટ્સની વચ્ચે કનેક્શનનું કામ કરે છે.
ક્લાઈંટ સાથે પરિવાર જેવો સંબંધ ધરાવે છે આ સરોગેસી મહિલા
એમ્મા જણાવે છે કે, આ એપ ટિંડરની માફક કામ કરે છે. જ્યાં ફર્ટિલિટી માટે કામ કરવામાં આવે છે. ત્યાં લોકોની પ્રોફાઈલના હિસાબે લેફ્ટ અથવા રાઈટનુ ઓપ્શન પસંદ કરી શકો છો. અહીં પર લોકો સ્પર્મ ડોનર, એગ ડોનર્સ અને સરોગેટને શોધતા હોય છે. જે મારફતે કેટલાય લોકોએ મારો સંપર્ક કર્યો હતો. આ ઘટનામાં જ મને અક્કીએ સૌથી પહેલા કોન્ટેક્ટ કર્યો અને અમારી વાત આગળ ચાલી. લગભગ 3 અઠવાડીયા બાદ કેવિન અને એક્કી મને જોવા આવ્યા કે, હું ક્યાં રહુ છું. અમે બહાર લંચ પર ગયા અને કલાકો સુધી વાતચીત કરી. હવે અમે ત્રણેય સારા એવા દોસ્ત બની ગયા હતા. હવે હું તેમને મારા પરિવારની જેમ જ માનુ છું.
હવે લોકોને પણ આપી રહ્યા છે આ પ્રકારનો સંદેશ
કેવિન, એક્કી અને એમ્મા યુકે સરોગેસી નામની એક સંસ્થાના સભ્ય છે, જે કોઈ પણ પ્રક્રિયામાં આગળ વધતા પહેલા મિત્રતાની સલાહ આપે છે. એમ્મા જણાવે છે કે, અમારા કિસ્સામાં પણ સાચે જ આવુ થયુ છે. અમે ત્રણેય સારા એવા દોસ્ત છીએ. અમે એકબીજાને દરરોજ મેસેજ કરીએ છીએ. જ્યારે પણ શક્ય હોય અમે મળવાનો પ્રયત્ન પણ કરીએ છીએ.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31