GSTV
Gujarat Government Advertisement

Whatsappમાં આવી ગયા છે આ એકથી એક ચડિયાતા 5 નવા ફીચર્સ, તમે હજુ સુધી યુઝ કર્યા કે નહીં?

Whatsapp

Last Updated on March 17, 2021 by

સોશિયલ મીડિયા એપ Whatsapp પાછલા કેટલાંક મહિનાઓથી સતત નવી અપડેટ લઇને આવી રહ્યું છે. પ્રાઇવસી પોલીસી (Privacy Policy)ને લઇને લોકો વચ્ચે વિરોધ છતાં Whatsappએ તાજેતરમાં જ 5 મોટા ફીચર્સ લૉન્ચ કર્યા છે. ચાલો તમને જણાવીએ આ નવા ફીચર્સ વિશે….

whatsapp

Encrypted Chat Backup

Whatsapp ચેટ બેકઅપ એંડ ટુ એંડ એન્ક્રિપ્ટેડ તો હોય છે, પરંતુ તે સ્ટોર અથવા તો ગૂગલ ડ્રાઇવમાં હોય છે અથવા કોઇ અન્ય ક્લાઉડ હોસ્ટ પર જે તમારી ચેટની પ્રાઇવસીને જોખમમાં નાંખે છે. હવે Whatsapp તમારા ચેટ બેકઅપને પાસવર્ડથી પ્રોટેક્ટ કરી રહ્યું છે. જેથી તમારી ચેટની પ્રાઇવસી વધી જશે અને તમે ફક્ત તેને એક્સેસ કરી શકશો.

Instagram Reels

Whatsapp જલ્દી જ ઇન્સ્ટાગ્રામના રીલ્સને Whatsapp  પર દેખાવાનો ઓપ્શન આપી રહ્યું છે, જેવી રીતે તમે યુટ્યુબ, ફેસબૂકના વીડિયોને Whatsapp પર જુઓ છો.

Archived Chats

Whatsapp આર્કાઇવ્ડ ચેટ્સ ફીચર્સને અપડેટ કરી રહ્યું છે. નવા અપડેટમાં આર્કાઇવ્ડ ચેટ્સ આર્કાઇવ્ડ રહેશે અને ચેટ લિસ્ટમાં જોવા નહી મળે. નવા મેસેજ આવશે તો પણ આર્કાઇવ્ડ ચેટ લિસ્ટમાં જોવા નહીં મળે. જો કે યુઝર પાસે તેને દેખાવા કે ન દેખાવાનો ઓપ્શન રહેશે. આ ફીચર પહેલા ‘Vacation Mode’ અથવા ‘Read Later’ના નામે જાણીતુ હતુ. પરંતુ હવે Whatsappએ તેના અસલી નામ ‘આર્કાઇવ્ડ ચેટ’ કરી દીધું.

whatsapp

Multiple Device Support

મલ્ટી ડિવાઇસ સપોર્ટ Whatsapp નું સૌથી ખાસ ફીચર છે. આ ફીચર યુઝરના એક જ એકાઉન્ટને એકથી વધુ ડિવાઇસ પર યુઝ કરવા દે છે. હાલ આ વેબ અને ડેસ્કટૉપ પર જ શક્ય છે. પરંતુ પ્રાઇમરી ડિવાઇસ પાસે હોવા પર. રિપોર્ટ અનુસાર, Whatsapp એક એકાઉન્ટને ચાર ડિવાઇસ પર યુઝ કરવાનો સપોર્ટ આપી રહ્યું છે.

whatsapp

Automatic Message Delete

Whatsapp નું ફીચર, જેને ઇનેબલ કર્યા બાદ તમારી ચેટ લિસ્ટમાં મેસેજ ઑટોમેટિક 7 દિવસો બાદ ડિલિટ થઇ જશે. હવે આ ફીચરમાં Whatsapp હવે 7 દિવસોના સમયને ઘટાડીને 24 કલાક કરી રહ્યું છે. આ સાથે જ Whatsapp ટેક્સ્ટ મેસેજ ડીલીટની જેમ મેસેજના ઇમેજને પણ ડિલિટ કરવાના આ ફીચર પર કામ કરી રહ્યું છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો