GSTV
Gujarat Government Advertisement

મહામારી બેકાબૂ/ દેશમાં કોરોનાએ શા માટે માર્યો ફરી ઉથલો, AIIMSના ડિરેક્ટર ડૉ. ગુલેરિયાએ આપ્યો આ જવાબ

Last Updated on March 17, 2021 by

દેશમાં કોરોનાએ ફરી એક વખત ઉથલો માર્યો છે અને કોરોનાના દર્દીઓની સંખ્યા કૂદકે ને ભૂસકે વધવા માંડી છે. કોરોનાની આફત કેમ ફરી દેશ પર ઉભી થઈ છે તેના સવાલના જવાબમાં એમ્સના ડિરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે, કોરોનાની રસી કોરોના સામે લડવાનું એક હથિયાર છે પણ તેનો પ્રભાવ ત્યારે જ જોવા મળશે જ્યારે વધારે ને વધારે લોકોને કોરાનાની રસી મુકવામાં આવશે. હાલમાં વેક્સીન મુકાઈ રહી છે તેવા લોકોની સંખ્યા ઓછી છે અને એટલે જ સાવધાની વરતવાની જરૂર છે.

કોરોના

હાલમાં પણ લોકોએ કોરોનાની ગાઈડલાઈન પર સખ્ત અમલ કરવાની જરૂર

ડૉ. ગુલેરિયાએ કહ્યું છે કે, લોકોએ હવે એવું વિચારવાનું શરૂ કરી દીધું છે કે, ‘કોરોના ખતમ થઈ ગયો છે અને આપણે માસ્ક પહેરવાની જરૂર નથી. હકીકત એવી નથી. હાલમાં પણ લોકોએ કોરોનાની ગાઈડલાઈન પર સખ્ત અમલ કરવાની જરૂર છે.’

તેમણે આગળ કહ્યું હતું કે, હવે મોટી સંખ્યામાં લોકો કેટલીક જગ્યાઓ પર ભેગા થવા માંડ્યા છે. આ સ્થિતિમાં જો કોઈ એક વ્યક્તિ પણ કોરોના પોઝિટિવ હોય તો તે બીજા બહુ લોકોને પ્રભાવિત કરી શકે છે. આપણે જોયું છે કે, કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસ અચાનક જ વધી ગયા છે. આપણે સમજવાની જરુર છે કે વેક્સીન એક હથિયાર છે પણ તેનો પ્રભાવ વધારવા માટે મોટી સંખ્યામાં લોકોને વેક્સીનેટ કરવાની જરૂર છે અને હજી આપણે આ સ્થિતિ પર પહોંચ્યા નથી. જ્યાં સુધી વેક્સીન લેનારા લોકોની સંખ્યા વધે નહીં ત્યાં સુધી તકેદારી રાખવી બહુ જરુરી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં 24 કલાકમાં ભારતમાં કોરોનાના નવા 29,000 જેટલા કેસ સામે આવ્યા છે અને 188 લોકોએ જીવ પણ ગુમાવ્યા છે.

corona vaccination

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો