GSTV
Gujarat Government Advertisement

VIDEO: નપાવટ દિકરાની કરતૂત, વૃદ્ધ માતાને સણસણતો તમાચો માર્યો, ઘટના સ્થળે જ મહિલાનું થયું મોત

Last Updated on March 17, 2021 by

રાજધાની દિલ્હીમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. અહીંના દ્વારકા વિસ્તારમાં પાર્કિંગને ળઈને ઝઘડામાં ગુસ્સે થયેલા દિકરાએ પોતાની વૃદ્ધ માતાના મોં પર જોરદાર તમાચો માર્યો હતો. આ થપ્પડના કારણે તેની માતા જમીન પર ધડામ દઈને નીચે પડ્યા હતા, આ ઘટનાના કારણે વૃદ્ધાનું મોત પણ ઘટનાસ્થળે જ થઈ ગયુ હતું. દ્વારકા ડીસીપી સંતોષ કુમાર મીણાએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે, વીડિયો સર્કુલેટ કર્યા બાદ પોલીસ તપાસ કરતા આ સમગ્ર ઘટના સામે આવી હતી. આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો સામતા આસમાનો પહોંચી ગયો છે.

પાર્કિંગને લઈને થયો હતો વિવાદ

પોલીસને મળેલી જાણકારી અનુસાર, 15 માર્ચ બપોરે 12.07 કલાકે બિંદાપુર પોલીસ સ્ટેશનમાં પીસીઆરમાં એક કોલ આવ્યો, કોલ મળ્યા બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી, જ્યાં કોલ કરનારી મહિલા સેવક પાર્કની શુધરાએ જણાવ્યુ કે, બિલ્ડીંગના માલિક સાથે ગાડી પાર્કિંગ મામલે કંઈક વિવાદ થયો હતો. પણ આ મામલો થાળે પડ્યો નહોતો. એટલા માટે આ મામલે હવે તે આગળ કંઈ કાર્યવાહી કરવા માગતી નથી. જે બાદ પોલીસની ટીમ પાછી ગઈ હતી.

ઝપાઝપીમાં ગુસ્સે ભરાયેલા દિકરાએ થપ્પડ મારી


આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જ્યાં પાર્કિંગના મુદ્દાને લઈને વિવાદ થતાં વૃદ્ધ મહિલા અવતાર કૌર, અને તેમનો દિકરો રણબીર અને વહુ વચ્ચે ખાસ્સી મોટી બબાલ થઈ હતી. આ બબાલની વચ્ચે દિકરા રણબીરે તેની વૃદ્ધ માતાને જોરદાર તમાચો ઝીકી દીધો હતો. માતા વાગેલી આ થપ્પડથી બેલેન્સ ગુમાવતા વૃદ્ધ જમીન પર પટકાઈ અને મોત થઈ ગયું. જમીન પર પડ્યા બાદ વહુએ સાસૂને ઉઠાવવાની કોશિશ કરી પણ ત્યાં સુધીમાં તો વૃદ્ધના રામ રમી ગયા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો