Last Updated on March 17, 2021 by
મુંબઈની મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચી દીધો છે. બીસીસીઆઈના સિનિયર મહિલા વન-ડે ટ્રોફીમાં બુધવારે રમાયેલ મેચમાં મુંબઈએ નાગાલેન્ડને 17 રને તંબુ ભેગી કરી દીધી હતી. ત્યારબાદ, મુંબઈએ 18 રનના સામાન્ય લક્ષ્યાંકને માત્ર 4 બોલ રમીને 20 રન ફટકારીને પ્રાપ્ત કરી દીધો હતો.
ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં નાગાલેન્ડની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. નાગાલેન્ડની મહિલા ટીમની તમામ ખેલાડીઓ એક એક કરીને આઉટ થઈને પેવેલિયન પછી ફરતી રહી. એક પણ ખેલાડી ડબલ ડિજીટમાં ન પહોંચી શકી અને આખી ટીમ 17.4 ઓવરમાં માત્ર 17 રન જ બનાવી શકી.
છ મહિલા ખેલાડીઓતો પોતાનું ખાતું પણ ન ખોલાવી શકી. સરીબાએ સર્વાધિક 9 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી સયાલી સતઘરેએ 5 રન આપીને 7 વિકેટો ઝડપી હતી. એમ. દક્ષિણીએ 2 વિકેટો લીધી હતી. જયારે, એસ. ઠાકોરે એક વિકેટ લીધી હતી. મુંબઈની બોલરોએ કુલ 9 મેઇડન ઓવર નાખી હતી.
જવાબમાં મેદાને ઉતરેલી મુંબઈની ટીમે માત્ર 4 બોલમાં વગર કોઈ વિકેટ ગુમાવે 20 રન બનાવીને મેચ જીતી લીધી હતી. એટલે કે 296 બોલ બાકી હતા ત્યારે જ લક્ષ્યાંક પ્રાપ્ત કરીને મેચ જીતી લીધી હતી. ઈશા ઓઝાએ 13 અને વૃષાલી ભગત 6રન બનાવીને અણનમ રહી હતી.
વર્ષ 2017માં એવી જ મેચ નાગાલેન્ડ અને કેરળની મહિલા અંડર-19 ટીમ વચ્ચે રમાઈ હતી. ગંટુરમાં રમાયેલ 50 ઓવરના મેચમાં નાગાલેન્ડની ટીમ 17 ઓવરમાં માત્ર 2 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઈ હતી. તેમાં પણ એક રન ખેલાડીએ બનાવ્યો હતો અને એક રન વાઈડ બોલનો મળ્યો હતો. નાગાલેન્ડના 9 ખેલાડીઓ રન બનાવ્યા વગર જ આઉટ થયા હતા. ઓપનિંગ બેટ્સમેન મેનકાએ એક રન બનાવવા મારે 18 બોલ રમ્યા હતા. તેના જવાબમાં કેરળે પહેલી ઓવરના પહેલા જ બોલમાં 3 રનનો લક્ષ્યાંક હાંસલ કરી દીધો હતો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31