GSTV
Gujarat Government Advertisement

વેક્સિન લીધી એટલે ચિંતાની જરૂર નથી એવું ભૂલે ના વિચારતા, કોરોના અંગે એઈમ્સના ડો. ગુલેરિયાએ આપ્યું આ મોટું નિવેદન

કોરોના

Last Updated on March 17, 2021 by

દેશમાં કોરોનાની ફરીથી આફત વધી રહી છે. એને લઈને એમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાનું કહેવું છે કે ભલે વેક્સિન એક હથિયાર છે, પરંતુ એ ત્યારે પ્રભાવી થશે જ્યારે વધુને વધુ લોકોમાં રસીકરણ થશે. હજુ વેક્સિનેશન ઓછું થયું છે. એટલા માટે બહુ સાવધાની સાથે વરતવું જરૂરી છે.

વેક્સિનથી કોરોના ખતમ નથી થયો, માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જરૂરી

રણદીપ ગુલેરિયાએ કહ્યું કે કેટલાય લોકોએ એ વિચારવાનું ચાલુ કરી દીધું છે કે કોરોના ખતમ થઈ ગયો છે. આપણે માસ્ક લગાવવાની જરૂરિયાત નથી, પરંતુ એવું નથી. હજુ પણ આપણે કોરોનાના પ્રોટોકોલનું પાલન કરવાની સખ્તાઈ સાથે જરૂરિયાત છે. કેટલીય જગ્યાઓ પર જોવા મળે છે કે લોકો ટોળામાં ફરી રહ્યા છે. એવી સ્થિતિમાં એક વ્યક્તિને પણ કોરોના થયો તો ઘણાં બધા લોકોને કોરોના ફેલાવી શકે છે. એનાથી એકદમથી કોરોનાના કેસ વધી શકે છે. અમે જોયું કે કેટલાય રાજ્યોમાં કોરોના સતત વધી રહ્યો છે.

ટેસ્ટિંગ, આઈસોલેશનને લઈને જે આપણી પોલિસી હતી તે પણ ખૂબ જ જરૂરી

તેમણે એમ કહ્યું કે આપણે એ સમજવું જોઈએ કે વેક્સિન એક હથિયાર છે. જે પ્રભાવી રહેશે. પરંતુ તે ત્યારે પ્રભાવી ગણાશે જ્યારે વધુને વધુ લોકોમાં વેક્સિનેટિંગ થશે. આપણે હાલમાં તે સ્થિતિ પર નથી પહોંચ્યા. જ્યાં સુધી વેક્સિનેશનનો નંબર વધારે નહીં થાય ત્યાં સુધી કોરોનાને લઈને સાવધાનીઓ રાખવી ખૂબજ જરૂરી છે. સાથે જ ટેસ્ટિંગ, આઈસોલેશનને લઈને જે આપણી પોલિસી હતી તે પણ ખૂબજ જરૂરી છે.

ભારતમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 1.14 કરાડને પાર

નવા 28903 કેસો સાથે ભારતમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 1.14 કરાડને પાર પહોંચી ગઇ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 188 ના મોત થયા છે. સતત સાતમા દિવસે કોરોનાના નવા દૈનિક કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. હવે દેશમાં એક્ટિવ કેસો 2.34 લાખને પાર થયા છે. કુલ મોતની સંખ્યા 1.59 લાખ પર પહોંચી ગઈ છે. રીકવરી રેટ પણ ઘટી ગયો છે અને 96.65 ટકાએ પહોંચ્યો છે. છેલ્લે 20મી ડિસેમ્બરે કોરોનાના નવા કેસોની સંખ્યા 26624 હતી. જે બાદ આ સૌથી મોટો ઉછાળો માનવામાં આવે છે. જ્યારે સોમવારે દેશભરમાં એક જ દિવસમાં 30 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી જે અત્યાર સુધીમાં દૈનિક ડોઝમાં સૌથી વધુ છે.

15 દિવસમાં 60 વર્ષથી વધુ વયના એક કરોડથી વધુ લોકોને કોરોનાની રસી

15 દિવસમાં 60 વર્ષથી વધુ વયના એક કરોડથી વધુ લોકોને કોરોનાની રસી આપવામા આવી છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસની બીજી લહેરની શરૂઆત થઇ ગઇ હોવાનું કેન્દ્રીય ટીમના રિપોર્ટમાં સામે આવ્યું છે. જેને પગલે મહારાષ્ટ્રમાં વધુ કેટલાક આકરા પ્રતિબંધો મુકાવાની શક્યતાઓ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો