GSTV
Gujarat Government Advertisement

અશાંતિ ફેલાવતું પાકિસ્તાન પણ હવે સરહદે શાંતિની વાત કરવા લાગ્યું, ઈમરાનખાને ભારતને કરી આ આજીજી

Last Updated on March 17, 2021 by

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ફરી એકવાર ભારત સાથે વાતચીત કરવાની તરફેણ કરી છે. ઈસ્લામાબાદ સિક્યોરિટી ડાયલૉગના ઉદ્ધાટન પ્રસંગે વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે,‘બંને દેશો માટે વાતચીત લાભદાયી છે. પરંતુ શરત એ છે કે ભારત પહેલ કરે.’ પાકિસ્તાન ઘણીવાર વિવિધ પ્લેટફોર્મ પરથી ભારત સાથે વાતચીત કરવા અપીલ કરી ચૂક્યું છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે ઘેરાબંદી અને ચોમેરથી વધી રહેલ કૂટનીતિક દબાણનું પરિણામ

આ આંતરરાષ્ટ્રીય સ્તરે ઘેરાબંદી અને ચોમેરથી વધી રહેલ કૂટનીતિક દબાણનું પરિણામ છે કે- અશાંતિ ફેલાવતું પાકિસ્તાન પણ હવે સરહદે શાંતિની વાત કરવા લાગ્યું છે. ઘણા સમય બાદ પાકિસ્તાન ભારત સાથેના સંબંધોને સુધારવાની વાત કરી રહ્યું છે.

ભારત પાકિસ્તાન સાથે સામાન્ય પાડોશી દેશ જેમ સંબંધ રાખવા માગે છે

બીજી તરફ ભારતીય વિદેશ મંત્રાલયે પણ આ મુદ્દે અગાઉ કહ્યું હતું કે- ભારત પાકિસ્તાન સાથે સામાન્ય પાડોશી દેશ જેમ સંબંધ રાખવા માગે છે. તમામ મુદ્દે શાંતિપૂર્ણ સમાધાન લાવવા ભારતનું વલણ અગાઉ જેવું જ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો