Last Updated on March 17, 2021 by
ભારતીય વાયુસેનાનુ વધુ એક મિગ-21 વિમાન કોમ્બેટ ટ્રેનિંગ મિશન માટે ઉડાન ભર્યા બાદ દુર્ઘટનાગ્રસ્ત થયુ છે આ દુર્ઘટનામાં જાંબાઝ પાયલોટે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ પહેલા પણ ડઝનબંધ મિગ વિમાનો ક્રેશ થઈ ચુક્યા છે. તો, ભારતીય વાયુસેના ગ્રૂપ કેપ્ટનની શહીદી પર સંવેદના વ્યક્ત કરી છે.
મળતી વિગતો પ્રમાણે મધ્ય ભારતના એક એરબેઝ પરથી કોમ્બેટ ટ્રેનિંગ મિશન માટે ઉડાન ભર્યા બાદ મિગ-21 વિમાન ક્રેશ થયુ હતુ અને તેમાં ગ્રૂપ કેપ્ટન એ ગુપ્તા શહીદ થયા છે.વાયુસેનાએ દુર્ઘટનાની તપાસ માટે આદેશ આપી દીધો છે.
ભારતીય વાયુસેના માટે મિગ-21 ક્રેશ થવાની ઘટના નવી નથી. આ પહેલા પણ ડઝનબંધ મિગ વિમાનો ક્રેશ થઈ ચુક્યા છે.વાયુસેના આ દુર્ઘટના બાદ કહ્યુ હતુ કે, ભારતીય વાયુસેના ગ્રૂપ કેપ્ટન એ ગુપ્તાના પરિવાર સાથે મજબૂતીથી ઉભી છે અને તેમના શહીદ થવા પર વાયુસેના સંવેદના વ્યક્ત કરે છે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુસેનામાં મિગ -21 વિમાનો 1961માં સામેલ કરાયા હતા.લાંબો સમય સુધી વાયુસેના માટે કરોડરજ્જુ બની રહેલા આ વિમાનો જેમ જેમ જુના થઈ રહ્યા છે તેમ તેમ તેના તુટી પડવાની ઘટનાઓ વધી રહી છે પણ વિમાનોની ખોટ અનુભવી રહેલી વાયુસેના માટે આ મિગ-21 વિમાનોને એક સાથે રિટાયર કરવુ શક્ય નથી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31