Last Updated on March 17, 2021 by
ભારતમાં સરકારી કર્મચારી ઓફિસ ક્યારે આવે છે અને ક્યારે જાય છે એની ખબર ઓછી થાય છે. જલ્દી નીકળવા પર કોઈ કાર્યવાહી થતી નથી. પરંતુ જાપાનમાં નિયમ અલગ છે. અહીં સરકારી કર્મચારીઓને બે મિનિટ ઓફિસ છોડવા પર પણ એમની સેલરી કટ થાય છે. જાપાનની મીડિયા મુજબ મે 2019થી જાન્યુઆરી 2021 વચ્ચે 316 વખત કર્મચારીઓએ ઓફિસ બે મિનિટ પહેલા છોડી. જાપાની મીડિયા મુજબ, ચીબા પ્રાંતની ફુનાબાશી સીટી બોર્ડ ઓફ ઇન્ડિયા એજ્યુકેશનના એ સરકારી કર્મચારીઓની સેલરી કાપવામાં આવી જેણે બે મિનિટ ઓફીસ છોડી હતી.
હાજરી પત્રકમાં લખ્યો ખોટો સમય
ઘણા કર્મચારીઓએ પોતાના હાજરી પત્રકમાં સમય ખોટો લખ્યો હતો, જેથી તેઓ જલ્દી ઓફિસથી નીકળી શકે. ઓફિસથી જલ્દી નીકળવામાં એજ્યુકેશન બોર્ડના લાઈફલોન્ગ લર્નિંગ ડિપાર્ટમેન્ટની 59 વર્ષીય આસિસ્ટન્ટ સેક્શન ચીફ કર્મચારીઓની મદદ કરતી હતી. એને સજા તરીકે ત્રણ મહિનાની સેલરીમાંથી દસમો ભાગ કાપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બીજી મહિલાને દંડ ભરવાની સૂચના આપવામાં આવી છે. કારણ કે સાંજે તે 5.17 ની બસ લેવા 5.15 વાગ્યે ઓફિસની બહાર નીકળતી હતી. જ્યારે તેનો લોગઆઉટ કરવાનો સમય ફક્ત 5.17 હતો.
આગળ પણ થઇ ચુકી છે સજા
જાપાનમાં આવું પહેલીવાર બન્યું નથી. વર્ષ 2018 ની શરૂઆતમાં પણ, કોબે પ્રાંતના જળ વિભાગના સરકારી કર્મચારીને ત્રણ મિનિટ પહેલાં જ તેમનો ડેસ્ક છોડવા બદલ સજા કરવામાં આવી હતી. તે લંચના સમય માટેના નિયત સમયના 3 મિનિટ પહેલા જ પોતાનો ડેસ્ક છોડતો હતો જેથી તે ખોરાક ખરીદી શકે. તેના લંચનો સમય બપોરે 12 થી 1 નો હતો. પરંતુ તેણે 11.57 મિનિટમાં ડેસ્ક છોડી દીધું.
આ સિવાય બે કર્મચારીઓને ચેતવણી પણ આપવામાં આવી છે. જ્યારે ચાર સામે કડક ચેતવણી આપી નોટિસ ફટકારવામાં આવી છે. કારણ કે ફુનાબાશી સિટી બોર્ડ ઓફ એજ્યુકેશનના ઘણા કર્મચારીઓ મે 2019 થી જાન્યુઆરી 2021 વચ્ચે 316 વખત બે મિનિટ પહેલાં જ કાર્યાલય છોડી દીધા છે.
ત્યાં જ, સરકાર સ્પેનમાં વર્ક-લાઇફ બેલેન્સ બનાવવા માટે વધુ પ્રયત્નો કરી રહી છે. સ્પેનિશ સરકાર ઇચ્છે છે કે ત્યાંના લોકો ચાર દિવસ કામ કરે અને ત્રણ દિવસ આરામ કરે. જો આ સૂત્ર લાગુ કરવામાં આવે તો સ્પેન આવું કરનારો વિશ્વનો પ્રથમ દેશ બનશે. જ્યાં ચાર દિવસનો સપ્તાહ રહેશે. હાલમાં, કેટલીક કંપનીઓ આનું પરીક્ષણ કરી રહી છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31