Last Updated on March 17, 2021 by
આજકાલ પાન કાર્ડ એ દરેકના જીવનમાં એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે. તેના વિના પૈસાથી સંબંધિત કોઈપણ કામ પૂરું કરી શકાતું નથી. તેથી જ સરકાર પાનકાર્ડને આધાર સાથે લિંક કરવાનું કહી રહી છે. તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2021 છે. જો કોઈ વ્યક્તિ પાનકાર્ડને આધાર સાથે લિંક નહીં કરે તો તેનું પાનકાર્ડ ઇનએક્ટિવ એટલે કે રદ ગણાશે. આપને જણાવી દઈએ કે પાનકાર્ડ સાથે આધારને લિંક કરવાની છેલ્લી તારીખ અગાઉ 30 જૂન 2020 હતી, જેને વધારી દેવામાં આવી હતી. હવે જેઓ આ નિશ્ચિત તારીખથી લિંક કરશે નહીં. તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
આધારને પાનકાર્ડ સાથે કેમ જોડવું મહત્વપૂર્ણ છે
નાણાં રાજ્યમંત્રી અનુરાગસિંહ ઠાકુરે સંસદમાં કહ્યું હતું કે પાનકાર્ડને આધાર સાથે જોડવા પાછળનું મુખ્ય કારણ ડુપ્લિકેટ પાન નંબરને ઓળખવા અને તે વાસ્તવિકની ઓળખ કરવા માટે છે. આનાથી મલ્ટીપલ પાનકાર્ડ્સ બનવાના અટકી જશે. તેનો દુરુપયોગ ઘટશે અને કરચોરી અટકાવવા જરૂરી બનશે. જો તમે હજી સુધી તમારા પાનકાર્ડને આધાર સાથે લિંક નહીં કર્યું હોય તો જલ્દીથી તેને લિંક કરી દેજો. જો તેમ નહીં કરો તો 31 માર્ચ પછી એટલે કે 1 એપ્રિલ 2021થી તે નિષ્ક્રિય બની જશે.
આ રીતે પાન અને આધાર લિંક કરી શકો છો
તમારે પહેલા https://www1.incometaxindiaefiling.gov.in/e-FilingGS/Services/AhaarPreloginStatus.html લિંક પર ક્લિક કરવાનું રહેશે.
તે પછીથી તમારે તમારો પાન અને આધાર નંબર દાખલ કરવાનો રહેશે. આ કર્યા પછી તમારે વ્યૂ લિંક આધાર સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે. આધાર અને પાનની લિંક સ્ટેટસ હવે તમારી સામે બીજા ટેબ પર દેખાશે. જો તમારું પાન કાર્ડ બંધ થઈ જાય, તો તમારે તેને ફરીથી સક્રિય કરવા માટે ભારે દંડ ચૂકવવો પડશે. હવે આવકવેરા રીટર્ન (આઈટીઆર) ફાઇલ કરવા માટે, પાન સાથે આધાર નંબર આપવો પણ જરૂરી છે.
તમારા આધારને પાનકાર્ડ સાથે કેવી રીતે જોડશો
તમારે આવકવેરા વિભાગ https://www.incometaxindiaefiling.gov.in/home ના ઇ-ફાઇલિંગ પોર્ટલ પર જવું પડશે. અહીં, ડાબી બાજુએ જાઓ અને લિંક આધાર વિકલ્પ પસંદ કરો. આ પછી, તમારે પાન નંબર, આધાર નંબર આપવો પડશે. બધી માહિતી આપ્યા પછી, તમારે તેની પુષ્ટિ કરવી પડશે. (I agree to validate my aadhaar details with UIDAI ) હું યુઆઈડીએઆઈ સાથેની મારા આધાર વિગતોને માન્ય કરવા માટે સંમત છું પર ક્લિક કરો. આ પછી, આધારને લિંક કરવાનો વિકલ્પ આવશે. તેને પસંદ કરતાં તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક થશે.
એસએમએસ દ્વારા પણ લિંક કરી શકો છો
મેસેજ બોક્સમાં કેપિટલ લેટરમાં UIDPN લખો. ત્યારબાદ જગ્યા આપીને તમારો 12 અંકનો આધાર નંબર લખો. 10 અંકનો પાન નંબર લખો. આ પછી તેને 567678 અથવા 56161 પર મોકલી આપો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31