Last Updated on March 17, 2021 by
હોળી આવી રહી છે અને આ દિવસોમાં કેસૂડાના ફૂલો ફૂલબહારમાં ખુલી ઉઠતા હોય છે. એક જમાનો હતો, જ્યારે હોળીના રંગ બનાવવા માટે તેનો ઉપયોગ થતો હતો. લાલ રંગના આ શાનદાર ફૂલ હોળીના કેટલાય દિવસ અગાઉ તેને પાણીમાં પલાળીને રાખી મુકવામાં આવતા હતા અને પછી તેને ઉકાળીને તેનો રંગ બનાવામાં આવતો હતો. આ રંગથી હોળી રમાત હતી. અને તેની સુવાસથી આખુ વાતાવરણ મહેંકી ઉઠતુ હતું. આજેય પણ તેને મથુરા, વૃંદાવન અને શાંતિ નિકેતનમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે. કેસૂડાના કેટલાય ઔષધીય ગુણો પણ છે. કેસૂડના ઝાડ, બિયારણ, અને શાખાઓમાંથી ઔષધીય બનાવવામાં આવે છે. પૌરાણિકકાળથી તેનો ઉપયોગ થતો આવ્યો છે. તો આવો જાણીએ કે આયુર્વેદમાં તેનો કઈ રીતે ઉપયોગ થાય છે.
પેટમાં રહેલા કૃમિને સાફ કરવા માટે
આપને જણાવી દઈએ કે, કેસૂડાના બિજમાં એન્ટી વર્મ ગુણ મળે છે. આયુર્વેદમાં તેનો ઉપયોગ બીજને પીસીને પેટના કિડાને નાશ કરવામાં તેનો ઉપયોગ થાય છે. જો કેસૂડના બિજનો પાઉડર બનાવીને રેગ્યુલર તેને ખાવામાં આવે તો, પેટમાં રહેલા કૃમિઓ નાશ પામે છે. તેને આપ એક ચમચી મધ સાથે ખાલી પેટે પણ લઈ શકો છો.
પેટની સમસ્યા
કેસૂડાના ફૂલમાં એસટ્રિનજેંટ ગુણ પણ હોય છે. જે પેટની સમસ્યામાંથી આરામ આપે છે. તેનો ઉપયોગ પેચિશ અને કબ્જ જેવી સમસ્યાને ઠીક કરવા માટે ઉપયોગમાં લેવાય છે. જો તમે પણ રોજ તેનું સેવન કરતા રહેશો તો, પેટની સમસ્યા દૂર થઈ જશે.
ડાયાબિટીશમાં ઉપયોગ
જો આપ પણ ડાયાબિટીશથી પરેશાન છો અને હાઈ બ્લડ પ્રેશર સામે ઝઝૂમી રહ્યા છો, તો આયુર્વેદમાં કેસૂડાના પાનમાં તેનો ઈલાજ સંભવ છે. કેસૂડાના પત્તામાં ટિક્ટા ગુણ હોય છે. જે કફ અને પિત્તને પણ ઓછો કરે છે.
સ્ક્રિન પ્રોબ્લેમ
કેસૂડાના બિજનું પેસ્ટ બનાવીને જો સ્કિન પર લગાવામાં આવે તો, તેનાથી એક્ઝિમા અને અન્ય સ્કિન ડિઝીઝ ઠીક થઈ જાય છે. આ પેસ્ટ ખંજવાળ અને સુકી ત્વચાની સમસ્યાને પણ ઠીક કરે છે. તેમા રહેલા એસટ્રિનજેંટ ગુણ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.
યોનિ સંક્રમણમાં ઉપયોગી
જો આપ કોઈ પણ પ્રકારના યોનિ સંક્રમણથી ઝઝૂમી રહ્યા હોવ તો કેસૂડાના પત્તામાંથી બનાવેલો ઉકાળો નિયમીત રીતે ઉપયોગ કરો. આ લ્યૂકોરિયા અને યોનિ સંક્રમણથી ઠીક કરવામાં મદદ કરશે.
ઘા ભરવામાં મદદ કરશે
જો આપ પણ ઘા ભરવા માગો છો, તો કેસૂડના બીજનો ઉકાળો પીવો. તેમાં હિલીંગ ગુણ હોય છે. તે ઘા ભરવામાં મદદ કરે છે. તે ઘાનું બ્લીડીંગ રોકી, ઘા ભરે છે. તેનો ઉપયોગ કરવા માટે કેસૂડના ફૂલ લો અને ગુલાબના ફૂલ સાથે તેને પીસો, હવે તેને ઘા પર લગાવો, આરામ થશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31