GSTV
Gujarat Government Advertisement

‘એક કૂતરી મરી જાય તો પણ નેતાઓના શોક સંદેશાઓ આવે છે પરંતુ 250 ખેડૂતો મરી ગયા કોઈ કશું જ ન બોલ્યું, ભાજપના નેતાએ મોદીને ઝાટક્યા

Last Updated on March 17, 2021 by

દેશમાં એક તરફ ખેડૂતો અને સરકાર વચ્ચે સહમતિ નથી સધાઈ રહી ત્યારે ફરી એક વખત મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે કૃષિ કાયદા મામલે એક મહત્વનું નિવેદન આપ્યું છે. રાજસ્થાનના ઝુંઝુનૂ ખાતે એક ખાનગી કાર્યક્રમ બાદ સત્યપાલ મલિકે ખેડૂત આંદોલન આટલું લાંબુ ચાલે તે કોઈના હિતમાં નથી તેમ જણાવ્યું હતું. સત્યપાલ મલિકે કહ્યું હતું કે, ‘એક કૂતરી પણ મરી જાય તો તેના માટે આપણા નેતાઓના શોક સંદેશાઓ આવે છે પરંતુ 250 ખેડૂતો મરી ગયા કોઈ કશું જ ન બોલ્યું. મારા આત્માને દુઃખ થાય છે. આ એવો મુદ્દો નથી કે જે ઉકેલાઈ ન શકે. મામલો ઉકેલાઈ જ શકે.’

એમએસપીને લીગલાઈઝ કરી દેવામાં આવે તો આ મુદ્દો સરળતાથી ઉકેલાઈ જશે

મલિકના કહેવા પ્રમાણે એમએસપી જ મુખ્ય મુદ્દો છે. જો એમએસપીને લીગલાઈઝ કરી દેવામાં આવે તો આ મુદ્દો સરળતાથી ઉકેલાઈ જશે. આ મુદ્દો હવે દેશભરના ખેડૂતોનો બની ગયો છે. માટે આ સંજોગોમાં તે જલ્દી ઉકેલાવો જોઈએ. એક સવાલના જવાબમાં મલિકે પોતે બંધારણીય પદ પર છે માટે વચેટિયાનું કામ ન કરી શકે તેવો જવાબ આપ્યો હતો. તેમના કહેવા પ્રમાણે તેઓ ખેડૂત નેતાઓ અને સરકારી પ્રતિનિધિઓને ફક્ત સલાહ આપી શકે, તેમનો રોલ એટલો જ છે.

વાઈસરોયની ઘટના યાદ કરાવી

ખેડૂત આંદોલન વખતે વાત કરતી વખતે મલિકે કહ્યું કે, ખેડૂતોને યોગ્ય ભાવ ન મળવાનો મુદ્દો કાંઈ આજનો જ નથી. બ્રિટિશ શાસન વખતે મંત્રી રહી ચુકેલા છોટુરામ અને વાઈસરોયની ઘટના યાદ કરતા મલિકે કહ્યું કે, દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે વાઈસરોય મંત્રી છોટુરામને મળ્યા હતા અને અનાજની માંગણી કરી હતી. તે સમયે છોટુરામે અનાજની કિંમત પોતે નક્કી કરશે તેવી શરત રાખી હતી જેથી વાઈસરોયે પોતે સેનાને મોકલીને અનાજ છીનવી લેશે તેવો જવાબ આપ્યો હતો. જો કે, છોટુરામે પણ ડર્યા વગર પોતે ખેડૂતોને ઉભા પાકમાં આગ ચાંપી દેવા કહેશે પરંતુ ઓછી કિંમતે ઘઉં નહીં આપે તેમ કહી દીધું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો