Last Updated on March 17, 2021 by
હવે તમે નેશનલ પેન્શન સિસ્ટમ એકાઉન્ટમાં IMPS દ્વારા પણ કોન્ટ્રીબ્યુશન કરી શકે છે. આ સુવિધા 1 માર્ચ 2021થી અમલમાં આવી ગઈ છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ અથોરીટી(PFRDA)એ NPS ખાતાધારકો માટે ગયા વર્ષે ચુકવણી કરવા માટે ડાયરેકટ રેમિટેન્સ (D-Remit) સુવિધા હતી. એમાં ખાતાધારકો NPS એકાઉન્ટમાં NEFT અને RTGS દ્વારા પોતાનું યોગદાન જમા કરી સકતા હતા. હવે એમાં એમીડન્ટ પેમેન્ટ સિસ્ટમ એટલે IMPSને પણ જોડી દીધી છે. D-Remit મોડમાં NPS કોન્ટ્રીબ્યુશનનું ઓનલાઇન પેમેન્ટ નિઃશુલ્ક કરી શકો છો.
સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમનેટનો પણ વિકલ્પ
સબસ્ક્રાઈબર ઓટો ડેબિટ દ્વારા સિસ્ટમેટિક ઇન્વેસ્ટ્મેંટ પણ સેટ કરી શકો છો. એટલે જેમ હોમ લોન EMI, મ્યુચ્યુઅલ ફંડની SIP તારીખ પર પોતાની જાતે કપાઈ જાય છે, ત્યાં જ D-Remit હેઠળ NPS ખાતામાં પૈસા પહોંચવાની સેટિંગ કરવામાં આવે છે. ઓટોમેટ કોન્ટ્રીબ્યુશન દૈનિક, માસિક, ત્રિમાહી વગેરેના આધારે સેટ કરી શકાય છે. સબસ્ક્રાઇબર્સ પોતાની સુવિધા અનુસાર એનપીએસ કોન્ટ્રીબ્યુશનને ઓટોમેટ કરી શકે છે. D-Remit મોડ NPSના તમામ સબસ્ક્રાઇબર્સ માટે છે. એ હેઠળ ટીયર 1 અને ટીયર 2 બંને NPS ખાતા માટે પ્રતિ ટ્રાન્જેકશન મિનિમમ વેલ્યુ 500 રૂપિયા છે.
D-Remit માટે વર્ચ્યુઅલ આઈડી આ રીતે બનાવો
D-Remit સુવિધાનો લાભ લેવા માટે, વર્ચુઅલ આઈડી બનાવવી પડશે, જે કાયમી રેમિટન્સ એકાઉન્ટ નંબર (PRAN) સાથે જોડાયેલ છે. આ માટે https://enps.nsdl.com/eNPS/NationalPensionSystem.html પર જાઓ. નેશનલ પેન્શન સિસ્ટમ વિકલ્પ પર ક્લિક કરો. હવે સામે આવેલ પૉપ અપ વિંડોમાં D-Remit VID જનરેશન સિલેક્ટ કરો. આ પછી એક પૉપ અપ મેસેજ આવશે જેમાં D-Remit એકાઉન્ટ પર સૂચના હશે. કન્ટિન્યુ પર ક્લિક કરો અને આગળ વધો. હવે નવી ખુલેલી સ્ક્રીનમાં,PRAN, જન્મ તારીખ, OTP રસીદ અને કેપ્ચા દાખલ કરીને વર્ચુઅલ એકાઉન્ટ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. હવે વેરિફાઇ PRAN પર ક્લિક કરો. ત્યાર પછી, ઓટીપી ગ્રાહકના મોબાઇલ નંબર અથવા ઇમેઇલ આઈડી પર આવશે. ઓટીપી દાખલ કર્યા પછી, ગ્રાહકે વર્ચુઅલ એકાઉન્ટ નોંધણીના પ્રકારને પસંદ કરવાનું રહેશે. ટાયર 1 / ટાયર 2 / બંને વિકલ્પમાં હશે. પછી તમારે જનરેટ વર્ચ્યુઅલ એકાઉન્ટ પર ક્લિક કરવું પડશે. આમાં, ગ્રાહકને એક એક્નોલેજમેન્ટ મળશે. ઓકે ક્લિક કરવા પર, સબ્સ્ક્રાઇબર વર્ચુઅલ એકાઉન્ટ નોંધણીની વિગતો જોઈ શકશે. એનપીએસ ટ્રસ્ટ દ્વારા ખાતું બનાવ્યા પછીના એક દિવસ સુધી ખાતાની પુષ્ટિ થાય છે. એકાઉન્ટ સક્રિયકરણ વિનંતીની પુષ્ટિ કરતું ઇમેઇલ પણ સબ્સ્ક્રાઇબર પર આવશે. એકવાર એકાઉન્ટ સક્રિય થઈ ગયા પછી, બીજી પુષ્ટિ ઇમેઇલ આવશે.
D-Remitની સુવિધાની આ રીતે લેવો ફાયદો
D-Remit સુવિધાનો ફાયદો લેવા માટે એકાઉન્ટનો પ્રકાર પૂછવા પર કરંટ એકાઉન્ટ સિલેક્ટ કરવું પડશે. વર્ચ્યુઅલ આઈડી બનાવ્યા પછી સબસ્ક્રાઇબર્સે પોતાના એકાઉન્ટમાં લોગ ઈન કરી લાભાર્થી તરીકે વર્ચ્યુઅલ આઈડી IFSC UTIB0CCH274 સાથે જોડવાની હોય છે.
Read Aslo
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31