Last Updated on March 17, 2021 by
દેશમાં કોરોના વાયરસના સંક્રમણમાં ફરી એક વખત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં સૌથી વધારે સંક્રમણના કેસ મહારાષ્ટ્રમાંથી આવી રહ્યા છે. તે વચ્ચે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે મહારાષ્ટ્ર સરકાર પર આરોપ લગાવ્યો છે. જાવડેકરે કહ્યું કે રાજ્યમાં અત્યાર સુધી 56 ટકા વેક્સિનનો ઉપયોગ થયો નથી.
વેક્સિનેશન દરમિયાન થઈ રહ્યું છે મિસ મેનેજમેન્ટ
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વિટ કરીને લખ્યું કે મહારાષ્ટ્ર અત્યાર સુધી ફક્ત 23 લાખ વેક્સિનનો ઉપયોગ કર્યો છે. જ્યારે કે કેન્દ્ર દ્વારા કુલ 54 લાખ વેક્સિન આપવામાં આવી છે. અર્થાત 56 ટકા વેક્સિનનો ઉપયોગ થયો નથી. જાવડેકરે આરોપ લગાવ્યો કે શિવસેના સાંસદ તેમ છતાં વધારે વેક્સિન માગી રહ્યા છે. પહેલા કોરોના મહામારી દરમિયાન મિસ મેનેજમેન્ટ થયું અને હવે વેક્સિનેશન દરમિયાન પણ આ જ થઈ રહ્યું છે.
Maharashtra Government had only used 23 lakh vaccines out of the total 54 lakh vaccines sent to the state, till 12th March. 56% vaccines remained unused. Now, Shiv Sena MP asks for more vaccines for the state.
— Prakash Javadekar (@PrakashJavdekar) March 17, 2021
First mismanagement of pandemic now poor administration of vaccines.
છેલ્લા 24 કલાકમાં 17864 નવા કેસ સામે આવ્યા
જણાવી દઈએ કે પ્રકાશ જાવડેકરનું આ ટ્વિટ ત્યારે આવ્યું જ્યારે બુધવારે પીએમ મોદી કોરોનાના વધતા કેસને લઈને તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે ફરીથી મંથન કરવાના છે. દેશમાં મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તામિલનાડુ એવા રાજ્યો છે જ્યાં સૌથી વધારે એક્ટિવ કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 17864 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે કે કેરલ, કર્ણાટક પંજાબ એવા રાજ્યો છે જ્યાં છેલ્લા દિવસોમાં એક હજારથી વધારે કેસ સામે આવ્યા છે.
Five states -Maharashtra, Punjab, Karnataka, Gujarat and Tamil Nadu- continue to drive up India’s active cases
— PIB India (@PIB_India) March 17, 2021
In the worlds’ largest vaccine drive, over3.5 cr vaccine doses administered
Read more: https://t.co/CtonswW7JI pic.twitter.com/9B8rjihPJM
ભારતમાં 28903 કોરોનાના નવા કેસ સામે આવ્યા
બુધવારે ભારતમાં 28903 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 188 લોકોના મોત થયા છે. ભારતમાં આ વખતે 2.34 લાખ કોરોનાના એક્ટિવ કેસ છે. જ્યારેકુલ 1.59 લાખ લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસને લઈને કેટલાય શહેરોમાં લોકડાઉન તો ક્યાંક નાઈટ કરફ્યૂ પણ દાખલ કર્યો છે. ગુજરાતના કેટલાક શહેરો અને મધ્ય પ્રદેશમાં પણ કેટલાક શહેરોમાં નાઈટ કરફ્યૂ દાખલ છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31