GSTV
Gujarat Government Advertisement

નારાજ સિંહાએ મોદીને છોડવાનું આવ્યું કારણ બહાર, પીએમઓમાં હતા દેશના સૌથી શક્તિશાળી અધિકારી

Last Updated on March 17, 2021 by

નરેન્દ્ર મોદીના ચીફ એડવાઈઝર પી.કે. સિંહાએ અચાનક રાજીનામું ધરી દઈને સૌને ચોંકાવી દીધા. પીએમઓમાં સૌથી શક્તિશાળી અધિકારી મનાતા સિંહા ૨૦૧૫થી ૨૦૧૯ સુધી કેબિનેટ સેક્રેટરી હતા. મોદીએ સિંહાને ત્રણ વાર એક્સટેન્શન આપ્યું હતું. તેના કારણે કેબિનેટ સેક્રેટરી તરીકે સૌથી લાંબો સમય સેવા આપનારા અધિકારીનો રેકોર્ડ સિંહાના નામે છે.

મોદીના ચીફ એડવાઈઝર બનેલા સિંહાએ અચાનક રાજીનામું ધરી દીધું

સિંહાને નિવૃત્તિ પછી પીએમઓમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડયુટી (ઓએસડી) બનાવાયેલા.  નૃપેન્દ્ર મિશ્રાની અચાનક નિવૃત્તિ પછી મોદીના ચીફ એડવાઈઝર બનેલા સિંહાએ અચાનક રાજીનામું ધરી દીધું તેનાથી આશ્ચર્ય થવું સ્વાભાવિક છે.

મોદીએ તેમાં રસ ના બતાવતાં સિંહાએ છેવટે પીએમઓ છોડવાનું નક્કી કર્યું

સિંહાએ રાજીનામા માટે અંગત અને ખાસ તો બગડતા સ્વાસ્થ્યનું કારણ આપ્યું છે પણ સૂત્રોના મતે, ડિસઈન્વેસ્ટમેન્ટ મુદ્દે મોદી સાથેના મતભેદો તેના માટે જવાબદાર છે. સિંહા સરકારી સાહસોને ખાનગી કંપનીઓને સોંપવાના બદલે સરકાર જ તેમને ફરી ધમધમતાં કરે એ મત ધરાવતા હતા. સિંહાએ ટોચની સરકારી કંપનીઓનો નફો વધારવા માટે રીવાઈવલ પ્લાન પણ બનાવીને રજૂ કરેલો પણ મોદીએ તેમાં રસ ના બતાવતાં સિંહાએ છેવટે પીએમઓ છોડવાનું નક્કી કર્યું એવો સૂત્રોનો દાવો છે.

કેબિનેટ સેક્રેટરી તરીકે 3 વખત એક્સ્ટેન્શન મળ્યું

રાજીનામુ અંગત કારણોસર આપ્યાનું તેમણે જણાવ્યુ હતુ. અલબત્ત, તેમને પોંડિચેરી કે પછી દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર બનાવાય અથવા કોઈ બંધારણીય પદ પર ગોઠવવામાં આવે તેવી પુરી શક્યતા છે. પી.કે. સિંહા એકમાત્ર એવા આઈએએસ અધિકારી છે, જેમને કેબિનેટ સેક્રેટરી તરીકે 3 વખત એક્સ્ટેન્શન મળ્યું હોય.

પ્રાઈમ મિનિસ્ટર્સ ઓફિસમાં પ્રિન્સિપલ સેક્રેટરી માટે ખાસ પોસ્ટ ઉભી કરવામાં આવી

1977ની ઉત્તર પ્રદેશ બેચના અધિકારી સિંહા માટે ખાસ પ્રાઈમ મિનિસ્ટર્સ ઓફિસમાં પ્રિન્સિપલ સેક્રેટરી માટે ખાસ પોસ્ટ ઉભી કરવામાં આવી હતી. વડા પ્રધાનના પ્રિન્સિપલ સેક્રેટરી પી.કે. મિશ્રા અને નેશનલ સિક્યુરિટી એડવાઈઝર દોવાલને સોંપાયેલા વિભાગો સિવાયના તમામ વિભાગો પર સિંહા નજર રાખતા હતા. વડા પ્રધાને તેમને મોટી જવાબદારી સોંપી હતી.

વિવિધ 3 મંત્રાલયમાં તેમણે કામ કર્યું હતું

યુપીએ સરકાર વખતે પણ સિંહા કેન્દ્રમાં જ હતા અને વિવિધ 3 મંત્રાલયમાં તેમણે કામ કર્યું હતું. મોદી વડા પ્રધાન બન્યા પછી તેમણે સિંહાને પોતાની ટીમમાં લીધા હતા. શરૂઆતમાં સિંહા ઊર્જા મંત્રાલયમાં સેક્રેટરી હતા અને ત્યારે દેશની ઊર્જા ઉત્પાદન ક્ષમતામાં અસાધારણ વધારો જોવા મળ્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો