GSTV
Gujarat Government Advertisement

સાસુ-વહુના ઝઘડા: મારી સાસૂ આખો દિવસ ટીવી સામે વળગી રહે છે, બોલાવી લીધી પોલીસ

Last Updated on March 17, 2021 by

યુપીના ગોરખપુરમાં સાસુ અને વહુના ઝઘડાની ચર્ચા ચારેબાજૂ થવા લાગી છે. વિવાદ ફક્ત એ વાત પર થયો હતો કે, ખાવાનું કોણ બનાવશે ? જો કે, આ ઘટનામાં મુદ્દો એટલો ગરમાયો કે, આખરે પોલીસને બોલાવી પડી. ત્યારે જતાં આ મામલો થાળે પડ્યો હતો.

ફરિયાદ કરનારી વહુ પોતાની સાસૂ સાથે ગોરખપુરના મઝગવા ગામમાં રહે છે. બંનેના પતિ કામ અર્થે બહાર રહે છે.

મારી સાસૂ દિવસભર ફક્ત ટીવી જોતી હોય છે

વહુએ પોતાની સાસૂ પર વાસી ખાવાનું આપ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યુ હતું કે, સાસુ જે ખાવાનું આપે છે તે વાસી હોય છે. તેને ખાઈને હું બિમાર પડી ગઈ. મારી સાસૂ આખો દિવસ ઘરમાં બેઠા બેઠા ટીવી જોયા રાખે છે.

વહુ ખોટુ બોલે છે, તે આખો દિવસ મોબાઈલ મચડ્યા કરે છે

સાસુએ પોલીસને જણાવ્યુ હતું કે, વહુ ખોટુ બોલી રહી છે. તેણે ખાવાનું બનાવવામાં તેની મદદ નથી કરતી. ઉલ્ટાનું તેણે આરોપ લગાવ્યો હતો કે, વહુ આખો દિવસ મોબાઈલ ફોન પર લાગેલી રહે છે.

ત્યારે આ ઘટનાને લઈને પોલીસ અધિકારીઓ વચ્ચે પડ્યા હતા. પોલીસે વાત સાંભળી અને મામલો થાળે પાડ્યો તથા બંનેએ પોતાની ફરિયાદ પાછી ખેંચી હતી. પોલીસે ચેતવણી પણ આપી હતી, આગળ હવે આ પ્રકારની ફરિયાદ નોંધાવતા નહીં.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો