Last Updated on March 17, 2021 by
ગ્રામીણ ભારતમાં પોસ્ટ ઓફિસનું મહત્વ હજુ પણ ખૂબ વધારે છે. એવામાં પોસ્ટ ઑફિસ સતત પોતાના કામમાં સૂધારો લાવવાની દિશામાં કામ કરી રહ્યુ છે. તે ઉપરાંત અંહિ સૂવિધાઓને પણ વધારવામાં આવી રહી છે. ઈન્ડિયા પોસ્ટે ટ્વિટ કરીને કહ્યુ કે, હવે તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડનું નામાંકન કે અપડેશન કરાવી શકો છો. જે માટે દરેક રાજયોમાં કયા-કયાં આ સૂવિધા ઉપલબ્ધ છે તેની સમગ્ર માહિતી આપવામાં આવી છે.
જો આધારની ડેમોગ્રાફિ વિગતો એટલે નામ, સરનામુ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈમેલ -ID, જેંડરને અપડેટ કરાવવુ છે તો ચેના માટે આધાર એનરોલમેન્ટ સેંટર જવુ પડે છે. હવે પોસ્ટ ઑફિસમાં આ તમામ કામ થઈ જશે. આધાર સેવા કેન્દ્ર પર બાયોમેટ્રિક વિગતો પણ અપડેટ થાય છે. હવે આ કામ પોસ્ટ ઓફિસ પર પણ કરી શકાય છે. જો આધારની જાણકારીને અપડેટ કરાવો છો તો તે મમાટે ચાર્જ દેવો પડે છે. દરેક વખતે જાણકારી એપડેટ કરવા પર 50 રૂપિયા લાગે છે.
अब आप अपने नजदीकी डाक घर में आधार कार्ड का नामांकन या अद्यतन कर सकते है। अधिक जानकारी के लिए, देखें: https://t.co/8tbCDmSkMv
— India Post (@IndiaPostOffice) March 16, 2021
You can now enrol or update Aadhaar Card at a post office near you. To know more, visit: https://t.co/8tbCDmSkMv#DigitalDostIndiaPost pic.twitter.com/vvj6ECobqf
પોસ્ટ ઑફિસે શરૂ કરી નવી સર્વિસ
આધારમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અપડેટ થાય છે. વધારે કામ ઓનલાઈન કરવામાં આવે છે. પરંતુ કેટલાક કામ માટે આધાર સેંટર જવુ જરૂરી હોય છે. જો બાયોમેટ્રિક ઓળખ અપડેટ કરાવવી હોય તો, તે માટે આધાર સેંટર જવુ જરૂરી છે. જો જૂનો રજીસ્ટરેડ નંબર તમારી પાસે નથી તો મોબાઈલ નંબર અપડેટ કરવા માટે આધાર સેંટર જવુ પડશે. અપડેશનની કોઈપણ પ્રક્રિયા OTP વિના પુરી નહિ થાય. એવામાં મોબાઈલ નંબર ન હોવા પર તમે ઓનલાઈન કંઈપણ કરી શકશો નહિ.
read also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31