GSTV
Gujarat Government Advertisement

આયુષ્માન ભારત/ મોદી સરકારની યોજનામાં મળે છે 5 લાખ સુધી ફ્રી સારવાર, લાભ લેવા આજે જ કરી લો આ કામ

આયુષ્માન

Last Updated on March 17, 2021 by

મોદી સરકારે ગરીબ પરિવારોને યોગ્ય સારવાર આપવાના હેતુથી આયુષ્માન ભારત યોજના (Ayushman Bharat Yojana)ની 2018માં શરૂઆત કરી હતી. તાજેતરમાં જ આ યોજનાને ઘરે-ઘરે પહોંચાડવા માટે આયુષ્માન તમારે દ્વાર કેંપેન લૉન્ચ કર્યુ હતુ. જેણે 14 માર્ચે નવો રેકોર્ડ બનાવી દીધો. એક જ દિવસોમાં 8 લાખથી વધુ લોકોએ આ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવ્યુ છે.

તમારા દ્વારે આયુષ્માન કેંપેન

તમારા દ્વારે આયુષ્માન અભિયાન આ વર્ષે 1 ફેબ્રુઆરીએ લૉન્ચ કરવામા આવ્યું હતું. ફક્ત 14 માર્ચે જ 8,35,089 લોકોએ આ યોજનામાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. આંકડાઓ જણાવી રહ્યા છે કે મોદી સરકારની આ યોજનાનો લાભ લેનારા લાભાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે.

આયુષ્માન

5 લાખ સુધીની ફ્રી સારવાર

આયુષ્માન યોજના અંતર્ગત ગરીબ પરિવારોને ફ્રી સારવારની સુવિધા આપવામાં આવે છે. મુશ્કેલીના સમયમાં આ યોજના તે લોકોને ઘણી કામમાં આવે છે જે ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે સક્ષમ  નથી. આયુષ્માન યોજનાના લાભાર્થી સરકારી હોસ્પિટલો ઉપરાંત દેશની કોઇપણ ખાનગી હોસ્પિટલમાં સારવાર પણ કરાવી શકે છે.

લાખો લોકોને મળ્યો છે લાભ

સરકારી આંકડાઓ અનુસાર લાખો લોકોએ આ કાર્ડ દ્વારા સારવાર પણ કરાવી છે. લૉન્ચિંગ બાદથી અત્યાર સુધી બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, ઉત્તરાખંડ, હરિયાણા અને જમ્મુ-કાશ્મીર સહિત અનેક રાજ્યોના 1.2 કરોડ લોકો ગોલ્ડન કાર્ડ હાંસેલ કરી ચુક્યા છે. આશા છએ કે બાકી રાજ્ય પણ આ યોજનામાં જલ્દી સામેલ થઇ જશે.

આયુષ્માન

ઑનલાઇન ચેક કરો રજીસ્ટ્રેશન

આયુષ્માન યોજનાનો લાભ તમને મળી શકે છે કે નહીં તેની જાણકારી તમે ઘરે બેઠા હાંસેલ કરી શકો છો. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની વેબસાઇટ pmjay.gov.inના હોમ પેજ પર ‘Am I Eligible’નો ઓપ્શન જોવા મળશે. આ ક્લિક કર્યા બાદ તમારી ડિટેલ્સ ભરો. જો ગાઇડલાઇંસ પ્રમાણે તમને આ યોજનાનો ફાયદો મળી શકે છે તો તમને તેની જાણકારી સ્ક્રીન પર મળી જશે.

ગોલ્ડન કાર્ડ ડાઉનલોડ કરી શકે છે લાભાર્થી

આયુષ્માન યોજનાના નિયમો અંતર્ગત તમે આ યોજનાના લાભાર્થી હોય તો તમને નજીકના જનસેવા કેન્દ્ર અથવા જિલ્લા અધિકારી કાર્યાલય જઇને તમારુ ગોલ્ડન કાર્ડ ડાઉનલોડ કરાવવાનું રહેશે. આધાર કાર્ડની કૉપી જમા કરવા પર તમને આયુષ્માન યોજનાનું ગોલ્ડન કાર્ડ મળી જશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો