Last Updated on March 17, 2021 by
ઉનાળાની ઋતુમાં બાઇક સવારો માટે ઘણી મુશ્કેલીઓ લાવે છે. બાઇક ચલાવતા સમયે સલામતી માટે હેલ્મેટ પહેરવું જરૂરી છે, પરંતુ ઉનાળાની કાળઝાળ ગરમીમાં હેલ્મેટ પહેરવું સહેલું નથી અને આ દિવસોમાં માસ્ક પણ જરૂરી છે. આવી સ્થિતિમાં, હેલ્મેટ પહેરવાથી બાઇક ચાલકો પરસેવોથી રેબઝેબ થઈ જાય છે. પરંતુ હવે હેલ્મેટ પહેરીને ઉનાળામાં બહાર નિકળનારાઓ માટે એવી હેલ્મેટ આવી ગઈ છે. જે બાઇક ચાલકને આવી બધી સમસ્યાઓથી મુક્તિ આપશે. હા, હવે ધોમધખતા તડકામાં પણ હેલમેટ તમારા માથાને ઠંડુ રાખશે. આ માટે એક ગેજેટ આવ્યું છે જે હેલ્મેટને AC માં ફેરવી દે છે.
બાઈકર્સ માટે દિમાગને ઠંડી રાખવા માટેનો આઈડિયા આવ્યો
હેલ્મેટને એ.સી.માં પરિવર્તન કરનારા આ ડિવાઇસને આઈઆઈટી મદ્રાસના પાસઆઉટ પીકે સુંદર રાજન દ્વારા બનાવવામાં આવ્યું છે. સુંદર રાજન હંમેશા સમાજ માટે કંઇક કરવા માંગતો હતો. આ માટે, તેઓ સતત કંઇક નવા નવા પ્રયોગો કરતો રહેતો હતો. આ સમય દરમિયાન, તેના સાઈન્ટિફિક મગજમાં બાઈકર્સ માટે દિમાગને ઠંડી રાખવા માટેનો આઈડિયા આવ્યો. અને તેના પર તેણે કામ ચાલુ કર્યું.
વર્ષ 2018માં પહેલું એસી હેલ્મેટ બનાવ્યું
એકવાર તેણે આ ડિવાઇસ બનાવ્યા પછી તેની સામે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે તેને ક્યાં ફીટ કરવું. ત્યારે તેને ખબર પડી કે દેશમાં લગભગ 20 કરોડ જેટલા બાઈક સક્રિય છે. તે પછી બાઈકસવારને ગરમીથી રાહત આપવા માટેનો પ્લાન બનાવ્યો અને ડિવાઈસને હેલ્મેટથી જોડવાના કામ પર લાગી ગયા.
પ્રથમ એસી હેલ્મેટને લગભગ 50 પ્રોટોટાઇપ્સ પછી 2018 માં શરૂ કરવામાં આવી
વર્ષ 2017 માં, સુંદર રાજન અને તેની ટીમે તેના પ્રોટોટાઇપ્સ બનાવવાના શરૂ કર્યા. પ્રથમ એસી હેલ્મેટને લગભગ 50 પ્રોટોટાઇપ્સ પછી 2018 માં શરૂ કરવામાં આવી હતી. તે હેલ્મેટના આગળ નીચેના ભાગમાં લગાવવામાં આવે છે. ડિવાઇસને બેટરીથી ચલાવાય છે. જેને ચાર્જ કરવામાં આવે છે. એક વખત ચાર્જિંગ કર્યા પછી આ ડિવાઈસની બેટરી લગભગ 10 કલાક સુધી ચાલે છે.
જૂની હેલ્મેટમાં પણ આ ડિવાઈસ ફિટ કરી શકાશે
ખાસ વાત એ છે કે આ ડિવાઈસ ફિટ કરવા માટે તમારે કોઈ નવું હેલ્મેટ ખરીદવાની જરૂર નથી. તે તમારા જૂના હેલ્મેટમાં પણ ફિટિંગ કરી શકો છો. તેની કિંમત બે હજારથી 2500 રૂપિયાની વચ્ચે છે. હવે ગરમીઓમાં તમને હેલ્મેટમાં કોઈ મુશ્કેલી નહીં થાય.
આ ડિવાઈસ સામે એક પંખો લગાવ્યો છે. જે દૂળ અને માટીને શોષી લે છે. જે બાઈક ચલાવનાર સુધી આ ગંદકી જવા દેતું નથી. તેને રસ્તા પર આરામથી બાઈક ચલાવવાની મજા આવે છે. સુંદર રાજનનું આ હેલમેટ વિદેશમાં પણ લોકપ્રિય બન્યું છે. થાઈલેન્ડ, વિયેતનામ, મલેશિયા અને ગલ્ફના દેશોમાં પણ તેની માગ છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31