GSTV
Gujarat Government Advertisement

ગૌરવની વાત: 7 વર્ષના ટેણીયાએ આફ્રિકાના સૌછી ઉંચા શિખરે લહેરાવ્યો તિરંગો, ઉંચાઈ જાણશો તો જોતા જ સલામી કરશો

Last Updated on March 17, 2021 by

તેલંગાણાના માત્ર 7 વર્ષની ઉંમર ધરાવતા પર્વતારોહક વિરાટ ચંદ્રાએ આફ્રિકાના સૌથી ઉંચા પર્વત કિલિમાંજરો પર પહોંચીને તિરંગો લહેરાવ્યો છે. વિરાટે ગત 6 માર્ચના રોજ તાંઝાનિયાની 5,895 મીટર ઉંચી કિલિમાંજરો ચોટી પર આ સિદ્ધિ મેળવી હતી. 

75 દિવસ સુધી કરી હતી આકરી મહેનત

તે સમયે વિરાટની સાથે તેના કોચ ભરત પણ હતા. 75 દિવસના આકરા પ્રશિક્ષણ અને 5 માર્ચના રોજ ચઢાઈ શરૂ કરીને વિરાટે આ કારનામુ કર્યું હતું. વિરાટે જણાવ્યું કે, ‘હું થોડો ડરેલો હતો, પરંતુ મારા લક્ષ્ય સુધી પણ પહોંચવા માંગતો હતો એટલે જ મેં હાર નહોતી માની.’ આ ચોટી બરફના તોફાનો અને ભયંકર ઠંડી માટે પ્રખ્યાત છે. 

કોચે આ સિદ્ધી માટે મહત્વની ભૂમિકા અદા કરી

વિરાટના આ અભિયાનનું નેતૃત્વ કરનારા કોચ ભરતે તેમણે અભિયાન માટે તમામ પ્રકારની સાવધાનીઓ વરતી હોવાનું જણાવ્યું હતું. તેમના કહેવા પ્રમાણે જો વિરાટ અસહજતા અનુભવેત તો તેઓ પાછા વળી જવાના હતા, પરંતુ વિરાટે તો ગર્વ અપાવ્યો. ભરતે જણાવ્યું કે, તેઓ જ્યારે પર્વતારોહકોને કિલિમાંજરો પર ચઢાઈ માટે પ્રશિક્ષણ આપે છે ત્યારે અનેક લોકો પાછા હટી જાય છે પરંતુ વિરાટે ખૂબ સમર્પણ સાથે પોતાનું પ્રશિક્ષણ પૂરૂ કર્યું. 

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો