Last Updated on March 17, 2021 by
બ્રેક્ઝિટ એટલે કે બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી અલગ પડયા પછી વડા પ્રધાન બોરિસ જોન્સનની પહેલી આંતરરાષ્ટ્રીય વિઝિટ ભારતની હશે. બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર જોન્સન એપ્રિલના અંતમાં ભારત આવશે. યુરોપિયન સંઘમાંથી નોખા પડયા પછી હવે બ્રિટન પોતાની વિદેશનીતિ નવેસરથી ઘડી રહ્યું છે.
વિદેશ નીતિમાં ધરમૂળથી પરિવર્તન માટે ‘ગ્લોબલ બ્રિટન’ નામે રિવ્યુ કરાયો : વિમાનવાહક જહાજ પણ ઈન્ડો-પેસેફિકમાં તૈનાત કરાશે
નવી નીતિમાં ઈન્ડો પેસેફિક રિજનને વિશેષ મહત્ત્વ અપાશે. યુરોપિયન સંઘમાંથી અલગ પડયા પછી હવે ગ્લોબલ બ્રિટન નામે 100 પાનાંનો રિવ્યુ તૈયાર કરાયો છે. એ રિવ્યુમાં બ્રિટનની વિશ્વના દેશો સાથે સબંધોની કેવીક તકો છે, તેની નવેસરથી તપાસ થઈ રહી છે.
ઈન્ડો-પેસેફિક રિજનમાં ભારત, જાપાન, ઑસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. એ દેશો સાથેના બ્રિટનના સબંધો વધારે મહત્ત્વપૂર્ણ બનાવવા આ રિવ્યુમાં ભાર અપાયો છે. આ રિજનમાં અમેરિકા પણ છે, પરંતુ અમેરિકા સાથે તો બ્રિટનને બહુ પહેલાથી સારાસારી છે જ.
બ્રિટને હવે રશિયા અને ચીનના ખતરાને ધ્યાનમાં રાખીને પોતાના પરમાણુ શસ્ત્રોની સંખ્યા વધારવાની પણ વિચારણા શરૂ કરી છે. કેમ કે બ્રિટનના નાગરિકોને લાગે છે કે જૂની શાંતિની વાતો કરનારી પરમાણુ નીતિ હવેના સમયમાં નકામી છે. કોરોના વખતે રસિયા-ચીનના હેકર્સોએ બ્રિટનની મહત્ત્વપૂર્ણ માહિતી ચોરવાના પ્રયાસો કર્યા હતા. એ પછી બ્રિટિશ નાગરિકોને આ બન્ને દેશો પ્રત્યે રોષ વધ્યો છે.
બ્રિટિશ વડા પ્રધાન ભારત આવશે : બ્રેક્ઝિટ પછી મોટો વિદેશ પ્રવાસ
26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વના મુખ્ય મહેમાન જોન્સન જ હતા, પરંતુ ત્યારે બ્રિટનમાં કેસ વધતા તેમની મુલાકાત કેન્સલ થઈ હતી. આસિયાન દેશો સાથે પણ બ્રિટન પોતાનો વેપાર ગાઢ કરવા માંગે છે. આસિયાનમાં સભ્ય થવા પણ બ્રિટને અરજી કરી છે.
બ્રિટનનું કદાવર વિમાનવાહક યુદ્ધ જહાજ ક્વીન એલિઝાબેથ કેરિયર તૈયાર થઈ રહ્યું છે. આ જહાજ ઈન્ડો-પેસેફિકમાં તૈનાત કરવાનો બ્રિટનનો ઈરાદો છે. ઈન્ડો-પેસેફિક વિસ્તારમાં દુનિયાના અગ્રણી દેશો, બે મોટા મહાસાગર અને ખાસ તો ચીન જેવા દેશો આવી જાય છે. માટે લાંબે ગાળે શાંતિ ઈચ્છતા તમામ દેશોની નજર એ વિસ્તાર પર છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31