GSTV
Gujarat Government Advertisement

મોંધવારીનો માર/ પેટ્રોલ-ડીઝલ બાદ હવે વધશે ટાયરના ભાવ, જાણો સામાન્ય માણસના ખિસ્સા પર થશે કેવી અસર

Last Updated on March 17, 2021 by

હાલના સમયમાં નેચરલ રબરના ભાવોમાં વૃદ્ધિના કારણે ટાયર કંપનીઓ આગામી મહિને ફરીથી કીંમતોમાં વધારો કરી શકે છે. ઉદ્યોગના સૂત્રો મુજબ લગભગ 5 ટકાનો વધારો થઈ શકે છે. લોકડાઉન બાદ કંપનીઓ દ્વારા આ ત્રીજીવખત કીંમતમાં વધારો થશે. કંપનીઓએ પહેલાથી જ કીંમતોમાં 2-4 ટકાનો વધારો કર્યો છે. અને ક્રૂડ ડિરેવેટિવ્સની કીંમતોમાં વધારાના કારણે આ નિર્ણય લેવાયો છે. અને તેનાથી જોડાયેલા ડેરિવેટિવ્સ એવા કાર્બન બ્લેક એક ટાયર કંપનીના કાચા માલની ટોકરીનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

નેચરલ રબરની કીંમત 100 પ્રતિ કિલોગ્રામથી વધીને 189 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ છે. કીંમતોમાં આ ઉછાળો વાહનોની કીંમતને પ્રભાવિત કરશે કારણ કે તે પહેલાની તૂલનામાં મોંધુ થવા જઈ રહ્યુ છે.

ભારતમાં બનેલા ટાયરમાં 40 ટકા નેચરલ રબર અને 50 ટકા સિંથેટિક્સનો ઉપયોગ થાય છે. શેષ 10 ટકામાં સ્ટીલ જેવા વિવિધ ઈનપુટ હોય છે. જણાવી દઈએ કે, જૂન 2020માં સરકારે ઘરેલૂ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ચીનમાંથી ટાયરના આયાત પર પ્રતિબંધ લગાવ્યો હતો.

દૂનિયામાં ક્રૂડ ઓઈલની વધતી કીંમતોના કારણે રબરના ભાવમાં પણ 2-3 મહિનામાં ઉછાળો આવ્યો છે. જો કાચા માલની કીંમતોમાં આવી જ રીતે ઉછાળો આવતો રહ્યો તો એપ્રિલથી તૈયાર ઉત્પાદનોની કીંમતોમાં વધારો કરવો મજબૂરી બની જશે. નેચરલ રબરનું ઉત્પાદન ભારતમાં કરવામાં આવે છે. જયારે સિંથેટિક રબર સહિત અન્ય પ્રકારની રબર કાર્બન બ્લેકનું આયાત વિદેશમાંથી કરવામાં આવે છે. નેચરલ રબરને છોડીને અન્ય ઉત્પાદ પેટ્રોલિયમ ઉત્પાદ છે.

કાર્બન બ્લેકની આયાત ચીનથી, સિંથેટીક તેમજ EVDAM રબરની આયાત જાપાન, જર્મની, કોરિયાથી કરવામાં આવે છે. તે પહેલા વધતા ભાવોને લઈને ઓલ ઈન્ડિયા રબર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ મોહિન્દ્રા ગૂપ્તાએ કહ્યુ કે, કાચા માલની કીંમતમાં ઉછાળાથી ઉત્પાદનની કીંમત લગભગ 25થી 30 ટકા સુધી વધી ગઈ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો