Last Updated on March 16, 2021 by
વિશ્વના સૌથી પ્રદૂષિત 30 શહેરોમાંથી 22 ભારતમાં છે. આ ઉપરાંત નવી દિલ્હી વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત રાજધાનીઓમાં ટોપ પર છે. સ્વિસ સંગઠન આઈક્યૂ એર દ્વારા તૈયાર કરવામાં આવેલ વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2020માં આ વાત જણાવી છે. જોકે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2019ની સરખામણીએ 2020માં દિલ્હીમાં એર ક્વોલિટી સુધરી છે. પરંતુ તેમ છતાં દિલ્હી વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં 10મા ક્રમે છે. રાજધાનીઓમાં તે સૌથી પ્રદૂષિત શહેર છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, સૌથી પ્રદૂષિત 30 શહેરોમાંથી 22 ભારતના છે. દિલ્હી સિવાયના 21 શહેરોમાં ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ, બુલંદશહર, બિસરખ જલાલપુર, નોઈડા, કાનપુર, લખનૌ, મેરઠ, આગરા અને મુઝફ્ફર નગર છે. જ્યારે રાજસ્થાનના ભિવાડી, હરિયાણાના ફરીદાબાદ, ઝીંદ, હિસ્સાર, ફતેહાબાદ, બંઘવાડી, ગુરુગ્રામ, યમુનાનગર, રોહતક અને ધારુહેજા તથા બિહારના મુઝ્ફફપુર પ્રદૂષિત શહેર છે. વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર ચીનનું શિન્જિયાંગ છે. જે પછીના 9 શહેરો ભારતના છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31