GSTV
Gujarat Government Advertisement

મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમણને લઈને શિવરાજ સરકારે લીધો મોટો નિર્ણય, આ જિલ્લા- વિસ્તારોમાં લાગશે નાઈટ કરફ્યૂ

Last Updated on March 16, 2021 by

મધ્ય પ્રદેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. આ દરમિયાન શિવરાજ સરકારે મોટો નિર્ણય કર્યો છે. કેબિનેટ બેઠકમાં શિવરાજસિંહ ચૌહાણે ભોપાલ અને ઈન્દોરમાં ફરી નાઈટ કરફ્યૂ લાદવાનો નિર્ણય કર્યો છે. કોરોનાના બીજા રાઉન્ડમાં ભોપાલ-ઈન્દોરમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. આ સાથે જ મહારાષ્ટ્રથી આવતા પ્રવાસીઓની થર્મલ સ્ક્રિનિંગ જરૂરી રહેશે.

રાજ્યના 8 શહેરોમાં રાતે 10 વાગ્યા પછી બજારો બંધ રહેશે

આ ઉપરાંત ત્યાંથી આવતા લોકોએ 7 દિવસ ક્વોરેનટાઈન રહેવું પડશે. આ સાથે જ કોરોના ગાઈડલાઈન્સનું કડકાઈથી પાલન કરાવવામાં આવશે.આ સાથે રાજ્યના 8 શહેર જબલપુર, ગ્વાલિયર, ઉજ્જૈન, રતલામ, છિંદવાડા, બુરહાનપુર, બૈતૂલ અને ખરગોનમાં રાતે 10 વાગ્યા બાદ બજારો બંધ રહેશે.

કેસ વધશે તો અહીં પણ નાઈટ કરફ્યૂ લાદવામા આવશે

આ શહેરોમાં નાઈટ કરફ્યૂ નહીં હોય પરંતુ બજારો બંધ કરાશે. કેસ વધશે તો અહીં પણ નાઈટ કરફ્યૂ લાદવામા આવશે. સોમવારે મધ્ય પ્રદેશમાં 24 કલાકમાં 800થી વધુ કેસ મળ્યા હતા. જેમાંથી 267 ઈન્દોર અને 199 ભોપાલના હતા.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 954 કેસ નોંધાયા

ગુજરાતમાં સતત કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 954 કેસ નોંધાયા છે તો 703 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજદિન સુધીમાં કુલ 2 લાખ 70 હજાર 658 દર્દીઓ સાજા થયા છે તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 2 દર્દીનું મોત થયું છે. જેના કારણે કુલ 4427 દર્દીઓના આજદિન સુધી કોરોનાના કારણે મોત થઇ ચૂક્યા છે.

એક્ટિવ કેસની સંખ્યામાં ધરખમ વધારો

રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યામાં ધરખમ વધારો થતા એક્ટિવ કેસની સંખ્યા 4,966 પર પહોંચી ગઇ છે. 58 દર્દીઓની હાલત નાજુક હોવાથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 247, સુરતમાં 292, વડોદરામાં 109 અને રાજકોટમાં 85 નવા કેસ નોંધાયા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો