GSTV
Gujarat Government Advertisement

મોટીવેશન / જ્યારે અધિકારીએ વાત સાંભળી નહીં તો યુવાને IAS બનવાની ગાંઠ બાંધી લીધી, પ્રથમ પ્રયાસે જ પ્રાપ્ત કરી સફળતા

Last Updated on March 16, 2021 by

કહેવામાં આવે છે કે નોકરી IAS જેવી શાનદાર હોવી જોઈએ. IASની સમકક્ષ આ દેશમાં કોઈ નોકરી નથી. ભલે તમે કોર્પોરેટમાં કમાણી કરી ન લો. પરંતુ જે રૂતબો એક IAS અધિકારીનો હોય છે તે બીજી કોઈ નોકરીમાં જોવા મળતો નથી. કેટલાક લોકો તો કલેક્ટરનો રૂઆબ અને તેને મળતા સન્માનને જોઈને જ UPSC સિવિલ સેવાની પરિક્ષાની તૈયારી માટે પ્રેરિત થાય છે. આજે અમે તમને કંઈક એવી જ વાત કહેવાના છીએ. પરંતુ તે ઘણી અલગ છે. આ વાત એ છોકરાની છે જેને અધિકારીઓનો રૂઆબ જોયા બાદ IAS બનવાની ગાંઠ બાંધી. યુપીના ગોરખપુરના રહેનારા ધીરજકુમાર સિંહે વર્ષ 2019માં સિવિલ સેવા પરિક્ષા પાસ કરી હતી.

2020ની બેંચના IAS અધિકારી વ્યવસાયે ડોક્ટર હતાં અને 5 લાખ રૂપિયા સુધી કમાવવાની તક મળી હતી. પરંતુ તેણે તે વ્યવસાય છોડી યુપીએસસીની તૈયારી શરૂ કરી દીધી અને તેમાં સફળતા પ્રાપ્ત કરી. 2019ની UPSC Civil Services પરિક્ષામાં તેણે 64મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. ધીરજે પોતાના પહેલા પ્રયાસમાં જ પરિક્ષા ક્લિયર કરી લીધી હતી. ધીરજ પહેલા જ નક્કી કરીને આવ્યાં હતાં કે, પહેલી જ ટ્રાયમાં તે એક્ઝામ ક્લિયર નહી કરે તો મેડિકલ ફિલ્ડમાં પરત ફરશે.

સાધારણ પરિવારમાંથી આવે છે ધીરજ

ઉત્તરપ્રદેશના ગોરખપુરના રહેનારા ધીરજ સાધારણ બેકગ્રાઉન્ડમાંથી આવે છે. ધીરજનું શરૂઆતનું ભણતર તેના ગામની એક હિન્દી માધ્યમ શાળામાં થઈ હતી. ભણતરના કિસ્સામાં ધીરજ શરૂઆતથી જ સારો હતો. સ્કુલની શિક્ષા બાદ ધીરજે બનારસ હિન્દુ યુનિ.માંથી એમબીબીએસ અને એમડી કર્યું હતુ. નીટ યુજીથી લઈને પીજી સુધીની પરિક્ષામાં તેણે સારા નંબરોની સાથે પાસ કરી અને એમબીબીએસ અને એમડીનું ભણતર પુર્ણ કરી ડોક્ટર બન્યાં. લોઅર મિડલ ક્લાસમાંથી આવનારા ધીરજના પરિવારમાં માતા-પિતા સિવાય એક ભાઈ પણ છે.

અધિકારીઓએ સાંભળી નહીં તો IAS બનવાની ગાંઠ બાંધી

ધીરજની માં ગામમાં રહે છે અને તે વારંવાર બિમાર પડે છે. ધીજ બનારસમાં મેડિકલનું ભણી રહ્યો હતો અને તેના પિતા બીજા શહેરમાં નોકરી કરતા હતાં. માંની સારસંભાળ માટે ધીરજને વારંવાર બનારસથી પોતાના ગામ જવું પડતું હતું. ધીરજના પિતાએ વરિષ્ઠ અધિકારીઓને મળીને તેનું ટ્રાન્સફર હોમટાઉનમાં કરવાની રજૂઆત કરી હતી. પરંતુ તે અધિકારીએ રૂડ થને ધીરજના પિતાની મદદ કરી નહીં. આ ઘટના બાદ ધીરજને લાગ્યું કે ડોક્ટર હોવા છતા પણ તેનું કોઈ સાંભળતું નથી. તો સામાન્ય લોકોનું શું થતું હશે. પોતાની સ્થિતિની સાથે સામાન્ય લોકોને લઈને ઘણી ચિંતામાં હતો અને તે દિવસે જ તેણે IAS બનીને લોકોની મદદ કરવાની ગાંઠ બાંધી દીધી.

IAS બનવા માટે લાખો રૂપિયાની નોકરી છોડી દીધી

મેડિકલ ફિલ્ડમાં લાખો રૂપિયાની નોકરી મળવી મોટી વાત નથી. ધીરજે એમબીબીએસની સાથે સાથે એમડી પણ કર્યું હતું. તેના પાસે સારૂ ક્વોલિફિકેશન હતું અને તે જ કારણ હતું કે ડોક્ટરીમાં તેનો વ્યવસાય ચમકી રહ્યો હતો. તેણે લાખો રૂપિયાની નોકરીની ઓફર મળી. તેને 5 લાખ રૂપિયા સુધી કમાવવાની ઓફર મળી પરંતુ તેની સાથે બનેલી ઘટનાએ તેણે IAS તરફ ખેંચ્યો. જો કે, ધીરજની આર્થિક સ્થિતિ ઘણી સારી રહી ન હતી. પરંતુ તેણે કદી તે અંગે વિચાર્યું પણ ન હતું. ધીરજની આ સફર એટલી સરળ ન હતી.

મેડિકલ ક્ષેત્રમાં તેનું સારૂ કેરિયર સેટ હતું. તેના માતા-પિતાને ડર હતો કે તે UPSCની તૈયારીના ચક્કરમાં તે બનાવેલું કેરિયર ખોઈ ના બેશે. UPSCમાં સફળતાની કોઈ ગેરેન્ટી નથી, પરંતુ છતા માતા-પિતાએ તેને રિસ્ક લેવા દીધું અને તેને સપોર્ટ કર્યો. તે બાદ તે યુપીએસસીની તૈયારી માટે બેંગ્લુરૂ ચાલ્યો ગયો. જ્યાં તેણે તૈયારી કરીને પહેલા જ પ્રયાસમાં સફળતા પ્રાપ્ત કરી હતી.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો