GSTV
Gujarat Government Advertisement

મહાવિકાસ અઘાડીની સરકારમાં ડખા : અજિત પવારે કર્યા મોટા ખુલાસા, જાણી લો કમિશ્નર પરમબીર સિંહ સામે કાર્યવાહી થશે કે નહીં?

Last Updated on March 16, 2021 by

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર બહાર મળેલી વિસ્ફોટક સાથેની કાર અને મનસુખ હિરનની કથિત હત્યા મામલે પોલીસ અધિકારી સચિન વાઝેની ધરપકડ બાદ ચોતરફથી ટિકાનો સામનો કરી રહેલી મહારાષ્ટ્રની ગઠબંધન સરકારમાં મતભેદ હોવાની અટકળો થઈ રહી છે.

નાયબ મુખ્યમંત્રી અજીત પવારે મતભેદોની વાતને પાયાવિહોણી ગણાવી

જોકે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે મતભેદોની વાતને પાયાવિહોણી ગણાવી હતી. આ સાથે મુંબઈના પોલીસ કમિશ્નર પરમબીર સિંહ વિરુદ્ધ કાર્યવાહી કરવાના અહેવાલો પણ ફગાવ્યા હતા. અજીત પવારે સ્પષ્ટ કર્યું કે- કમિશ્નર પરમબીર સિંહ સહિત અન્ય કોઈ વિરુદ્ધ ત્યાં સુધી કાર્યવાહી નહીં કરાય જ્યાં સુધી કોઈ પુરાવા નથી મળી મળતા.

ઘટનામાં સામેલ તમામ લોકોની તપાસ કરાશે

ભાજપ ગૃહમંત્રી અનિલ દેશમુખના રાજીનામાની માગ કરી રહ્યાં છે. શિવસેના, એનસપી અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષોની મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથેની નિયમિત સમિક્ષા બેઠક બાદ અજીત પવારે કહ્યું કે,‘આજે મુખ્યમંત્રીએ બેઠકમાં કહ્યું કે ઘટનામાં સામેલ તમામ લોકોની તપાસ કરાશે અને આ વાતનો ગઠબંધનના તમામ પક્ષોએ સ્વીકાર કર્યો છે, જેમાં કોઈ સમસ્યા નથી.

આ મહાવિકાસ અઘાડીની સરકાર છે

અમારી વચ્ચે કોઈ મતભેદ નથી તે અમે સમગ્ર મહારાષ્ટ્રને જણાવવા માગીએ છીએ. આ મહાવિકાસ અઘાડીની સરકાર છે. અમે કોઈને બચાવીશું નહીં, વિસ્તૃત તપાસ થશે. જો કોઈ આરોપી કોઈપણ પક્ષ સાથે જોડાયેલો છે તો એટીએસ તેની તપાસ કરશે.’

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો