Last Updated on March 16, 2021 by
પંજાબ-હરિયાણા વિધાનસભા પરિસરમાં બજેટ સત્ર દરમિયાન મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર સામે હંગામો કરનાર શિરોમણી અકાલી દળના 9 ધારાસભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. શિરોમણી અકાલી દળના ધારાસભ્યોએ ખટ્ટરને ઘેર્યા ત્યારે તેઓ પત્રકારો સાથે વાત કરી રહ્યાં હતા.
ચંદીગઢમાં નોંધાઈ ફરિયાદ
આ મુદ્દે વિધાનસભા અઘ્યક્ષ જ્ઞાનચંદ ગુપ્તા દ્વારા વિરોધ કરનારા ધારાસભ્યો વિરુદ્ધ ચંદીગઢના સેક્ટર-3 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સોમવારે આ ઘટના અંગે હરિયાણા વિધાનસભામાં નિંદા પ્રસ્તાવ પણ પાસ કરવામા આવ્યો હતો.
મુખ્યમંત્રી ખટ્ટર ગૃહની બહાર નીકળ્યા અને પત્રકારો સાથે વાત કરી રહ્યાં હતા ત્યારે જ શિરોમણી અકાલી દળના ધારાસભ્યોએ મુખ્યમંત્રીને ઘેરવાનો પ્રયાસ કરાયો અને કાળા ઝંડા પણ દેખાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ખટ્ટર વિરુદ્ધ નારેબાજી કરવામા આવી. સ્પિકરે ધારાસભ્યોની આ હરકતને ગૃહની ગરિમા વિરુદ્ધ ગણાવી હતી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31