Last Updated on March 16, 2021 by
નોર્થ કોરિયાના તાનાશાહ શાસક કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગે મહાસત્તા ગણાતા અમેરિકાને ધમકી આપી છે. કિમ યો જોંગે અમેરિકા દ્વારા સાઉથ કોરિયામાં ચાલી રહેલી મિલિટ્રી ડ્રિલ્સની આલોચના કરી છે. તેણે કહ્યું કે જો તેઓ શાંતિ ઇચ્છે છે તો ખરાબ વ્યવહાર ના કરે. નોર્થ કોરિયાની સરકારી મીડિયા ઇજન્સીએ તેમનું આ નિવેદન પ્રકાશિત કર્યું છે.
અમેરિકાના વિદેશ અને રક્ષા મંત્રી દક્ષિણ કોરિયાના પ્રવાસે આવનાર
કિમ જોંગ ઉનની બહેનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાના વિદેશ અને રક્ષા મંત્રી દક્ષિણ કોરિયાના પ્રવાસે આવનાર છે. કિંમ યો જોંગે કહ્યું કે અમે અમેરિકી પ્રશાસનને ચેતવણી આપવા માંગીએ છીએ કે તેઓ અમારી ધરતી પર અશાંતિ ના ફેલાવે. જો તેઓ આગામી ચાર વર્ષ સુધી શાંતિથી સુવા માંગે છે તો તેમણે અસ્થિરતાનું કારણ ના બનવું જોઇએ.
સાઉથ કોરિયા અને અમેરિકાના સંયુક્ત યુદ્ધાભ્યાસની આલોચના કરી
કિમ યો જોંગે સાઉથ કોરિયા અને અમેરિકાના સંયુક્ત યુદ્ધાભ્યાસની આલોચના કરી છે. સાથે જ તેને હૂમલાની તૈયારી પણ ગણાવી છે. ઉલ્લેખનીય છે કે કિમ યો જોંગ નોર્થ કોરિયાના ક્રુર શાસક કિમ જોંગ ઉનની એકમાત્ર બહેન છે, જે તેનાથી નાની છે. નોર્થ કોરિયામાં કિમ જોંગ પછી તેમની બહેનને સૌથી વધારે તાકાતવર ગણવામાં આવે છે.
નોર્થ કોરિયા અને અમેરિકા વચ્ચે ફરી સંબંધોમાં તણાવ જોવા મળ્યો
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં બાઇડન પ્રશાસન આવતાની સાથે ફરી વખત નોર્થ કોરિયા અને અમેરિકા વચ્ચે ફરી સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે. આ પહેલાંના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કિમ જોંગની મુલાકાત પણ કરી હતી. હવે તે તમામ પર્યાસ નિષ્ફળ ગયા હોય તેમ લાગે છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31