GSTV
Gujarat Government Advertisement

ચીનની અવળચંડાઈ : કોરોનામાં ચીની વેક્સિન જ પ્રમાણભૂત, ભારતમાં મંજૂર નથી એ રસી લીધા બાદ જ મળશે વિઝા

Last Updated on March 16, 2021 by

ચીન દ્વારા હવે વધુ એક વિવાદાસ્પદ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે ચીનમાં વેપાર સહિતના મુદ્દે જતા ભારતીયોની મુશ્કેલીઓ પણ વધી શકે છે. ચીને જણાવ્યું કે, તે માત્ર એવા ભારતીયોને જ વિઝા આપશે જેમણે ચીનમાં તૈયાર કરવામાં આવેલી કોરોના વેક્સિનનો ડોઝ લીધો હશે. 15 માર્ચથી વિઝા પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

VACCINE

ભારતમાં ચીનમાં બનેલી કોઈ પણ વેક્સિનને મંજૂરી નથી અપાઇ

ભારત સ્થિત ચીનની એમ્બેસીની વેબસાઈટ પર આ મુદ્દે નોટિસ જાહેર કરવામાં આવે છે. ચીનના વિઝા માટે લોકોએ વેક્સિનેશન સર્ટિફિકેટ પણ દેખાડવાનું રહેશે. ભારતમાં હાલ ચીનમાં બનેલી કોઈ પણ વેક્સિનને મંજૂરી આપવામાં આવી નથી. તેથી ચાઈનીઝ એમ્બેસી દ્વારા લેવામા આવેલા આ નિર્ણયે ઘણા લોકોને ચોંકાવ્યા છે. ચીન જતા વિદેશી નાગરિકોએ ઈલેક્ટ્રોનિક હેલ્થ ડિક્લેરેશન પણ ભરવું પડશે. આ ઉપરાંત ન્યૂક્લિક એસિડ ટેસ્ટનો નેગેટિવ સર્ટિફિકેટ અને આઈજીએમ ટેસ્ટ રિપોર્ટ પણ વિઝા માટે જમા કરાવવાના રહેશે.

વિદેશી નાગરિકોએ ચીન પહોંચ્યા બાદ ક્વોરેન્ટાઈન પણ રહેવું પડશે

વિદેશી નાગરિકોએ ચીન પહોંચ્યા બાદ ક્વોરેન્ટાઈન પણ રહેવું પડશે. ચીનની વેક્સિન પાકિસ્તાન, બ્રાઝિલ, ચિલી સહિત ઘણા દેશોમાં લગાવવામાં આવી રહી છે. યુએઈ અને બહેરીન પણ ચીનની સરકારી કંપની સિનોફાર્મની વેક્સિનને મંજૂરી આપી ચૂક્યાં છે 17 જેટલાં દેશોએ ચીનની વિવિધ કંપનીઓએ બનાવેલી કોરોના વેક્સિન ખરીદી છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો