GSTV
Gujarat Government Advertisement

સોના-ચાંદીમાં આવી ચમક, સોનુ 99 રૂપિયા મોંઘુ થઈને 44,296 ઉપર પહોંચ્યું તો ચાંદીમાં પણ 669 રૂપિયાનો વધારો નોંધાયો

Last Updated on March 16, 2021 by

સોનાની ચમકમાં ફરી એક વખત ચમક આવી છે. આજે 24 કેરેટ સોનુ 99 રૂપિયા મોંઘુ થઈને 44,926 રૂપિયા ઉપર પહોંચી ગયું હતુ. તો ચાંદી 669 રૂપિયાના વધારાની સાથે 67,304 રૂપિયા પ્રતિ કિલો ઉપર પહોંચી ગયું છે. લગ્નની સીઝન શરૂ થયા પહેલા જ સોના અને ચાંદીની માગમાં વધારો થયો છે.

માર્ચની શરૂઆતમાં સોનું 43,900ને પાર થયું હતું

5 માર્ચના રોજ સોનુ 43, 887 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર આવી ગયો હતો. ત્યારથી લઈને અત્યારસુધીમાં સોનુ અંદાજે 950 રૂપિયા મોંઘું થયું છે. જાણકારોનું માનવું છે કે, લગ્નની સીઝન શરૂ થવાની છે તેના કારણે સોનાની માગમાં વધારો થયો છે.

એક સપ્તાહમાં સોનાના ભાવમાં રૂ. 325નો વધારો

શુક્રવારે 12 માર્ચના રોજ જ્યારે પાછલા સપ્તાહનો બજાર બંધ થયુ હતું ત્યારે સોનુ 44,601 રૂપિયા પ્રતિ 10 ગ્રામના હિસાબે વેચાઈ રહ્યો હતો. જે મંગળવાર એટલે કે 16 માર્ચના રોજ 44,926 રૂપિયા ઉપર આવી ગયો છે. એટલે કે માત્ર બે જ દિવસોમાં સોનુ 325 રૂપિયા મોંઘું થયું છે.

ઓગષ્ટ 2020માં 56,200 ઉપર પહોચ્યું હતું સોનું

ઓગષ્ટ 2020માં સોનુ 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચી ગયું હતુ. કોરોના મહામારીના કારણે રોકાણકારોમાં ડરનો માહોલ ઉભો થયો છે. હંમેશા જોવા મળ્યું છે કે, જ્યારે શેર બજારમાં નુકશાનીની આશંકા હોય કે, ડોલરની તુલનામાં અન્ય મુદ્રાઓ નબળી પડતી હોય ત્યારે સોનાના ભાવોમાં ઉછાળો જોવા મળે છે. પરંતુ વેક્સિન આવ્યાં બાદ સોનાના ભાવોમાં સતત ઘટાડો આવી રહ્યો છે. અને 44 હજારથી નીચે પહોચી ગયું હતું.

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું 1,730 ડોલર પ્રતિ ઓંસ પર આવ્યું

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ 1,730 અમેરિકી ડોલર પ્રતિ ઓંસ ઉપર આવી ગયું છે. વૈશ્વિક વાયદા ભાવ કોમેક્સ ઉપર સોનું 1729 ડોલર પ્રતિ ઓંસ ઉપર છે. એક સમયે સોનુ 1720 ડોલર પ્રતિ ઓંસના સ્તરથી પણ નીચે આવી ગયું હતું.

47 હજાર સુધી જઈ શકે છે સોનું

પૃથ્વી ફિનમાર્ટના ડાયરેક્ટર મનોજ કુમાર જૈને જણાવ્યું છે કે, કોરોનાના કારણે ઓગષ્ટ 2020માં સોનુ 56 હજાર ઉપર પહોંચી ગયું છે અને હવે ફરી વખત દેશ અને દુનિયામાં કોરોનાની બીજી લહેર આવી ગઈ છે. આ કારણે પણ સોનામાં વધારો જોવા મળી રહ્યો છે. તેના કારણે સોનાના ભાવો ફરી એક વખત 47 હજાર રૂપિયા ઉપર પહોંચી શકે છે. તેવામાં જો કોઈ રોકાણકાર સોનામાં રોકાણ કરવા માંગે છે તો તેના માટે સારો સમય છે.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો