Last Updated on March 16, 2021 by
ફાગણ માસની શરૂઆત સાથે જ સૌકોઇ રંગોના તહેવાર હોળી (Holi)ની આતુરતાપૂર્વક રાહ જોવે છે. પરંતુ હોળીના 8 દિવસ પહેલા આવે છે હોળાષ્ટક. જેને શુભ સમય માનવામાં નથી આવતો અને આ દરમિયાન તમામ પ્રકારના શુભ અને માંગલિક કાર્યો પર રોક રહે છે. ફાગણ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી લઇને હોળીકા દહન સુધીના સમયને શાસ્ત્રોમાં હોળાષ્ટક કહેવામાં આવ્યો છે. હોળાષ્ટક બે શબ્દોનો બનેલો છે- હોળી અને અષ્ટક એટલે કે 8 દિવસોનો પર્વ.
આ વર્ષે હોળાષ્ટક 21 માર્ચ રવિવારથી શરૂ થાઇને 28 માર્ચ રવિવારે હોલિકા દહનના દિવસે સમાપ્ત થશે. હોળાષ્ટકના દિવસે 8 દિવસોમાં લગ્ન-વિવાહ, મુંડન સહિત કોઇપણ માંગલિક કાર્ય નથી થતા, આ ઉપરાંત 16 સંસ્કાર જેવા કે- નામકરણ, જનોઇ સંસ્કાર વગેરે પણ નથી કરવામાં આવતાં. તેની પાછળ પૌરાણિક અને જ્યોતિષીય બંને કારણો માનવામાં આવે છે.
હોળાષ્ટક દરમિયાન વર્જિત રહે છે કાર્ય
આમ તો 14 માર્ચે સૂર્યના મીન રાશિમાં પ્રવેશ સાથે જ ખરમાસ પણ શરૂ થઇ ગયો છે. તેથી આ દરમિયાન કોઇ પ્રકારના શુભ અને માંગલિક કાર્યો નથી થઇ રહ્યા. પરંતુ હોળાષ્ટકના 8 દિવસો દરમિયાન પણ દરેક પ્રકારના માંગલિક કાર્યો પર રોક રહે છે. આ દરમિયાન ગૃહ પ્રવેશ, મુંડન સંસ્કાર, વિવાહને લગતી વાત, લગ્ન-વિવાહ, જેવા નવા કાર્યની શરૂઆત, સંપત્તિ અથવા નવુ ઘર ખરીદવુ, નવા ઘરનો પાયો નાંખવો અથવા ઘરનું નિર્માણ કરવુ, નવો વ્યવસાય શરૂ કરવા જેવા માંગલિક અને શુભ કાર્ય કરવામાં નથી આવતાં. પરંતુ ફાગણનો મહિનો ભગવાન શ્રી કૃષ્ણ અને શિવજીને સમર્પિત હોય છે તેથી આ 8 દિવસોમાં તેમની પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે છે.
હોળાષ્ટકમાં શુભ કાર્ય ન કરવા પાછળ છે આ પૌરાણિક કારણ
એક માન્યતા અનુસાર કામદેવે ભગવાન શિવની તપસ્યા ભંગ કરી દીધી હતી અને તેનાથી રોષે ભરાઇને તેમણએ પ્રેમના દેવતા કામદેવને ફાગણ માસની અષ્ટમીની તિથિના દિવસે જ ભષ્મ કરી નાંખ્યા હતાં. કામદેવની પત્ની રતિએ શિવની આરાધના કરી અને કામદેવને પુર્નજિવિત કરવાની વિનંતી કરી જેને શિવજીએ સ્વીકારી. મહાદેવના આ નિર્ણય બાદ જન સાધારણે હર્ષોલ્લાસ મનાવ્યો અને હોળાષ્ટકનો અંત હોળીના રંગો સાથે આવ્યા. આ રીતે આ હોળીનો તહેવાર બની ગયો. આ જ પરંપરાના કારણે આ 8 દિવસ શુભ કાર્ય વર્જિત માનવામાં આવ્યા છે.
હોળાષ્ટકમાં માંગલિક કાર્ય ન કરવાનું જ્યોતિષીય કારણ
જ્યોતિષોનું માનવુ છે કે, ફાગણ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિને ચંદ્રમા, નવમીએ સૂર્ય, દશમીએ શનિ, એકાદશીએ શુક્ર, બારસે ગુરુ, તેરસે બુધ, ચૌદશે મંગળ, અને પૂનમે રાહુ ઉગ્ર સ્વભાવના હોય છે. આ ગ્રહોના નિર્બળ થવાથી માનવ મસ્તિષ્કની નિર્ણય ક્ષમતા ક્ષીણ થઇ જાય છે અને આ દરમિયાન ખોટા નિર્ણય લેવાવાના કારણે નુકસાન થવાની સંભાવના રહે છે. જેની કુંડલીમાં નીચ રાશિનો ચંદ્રમા, વૃશ્વિક રાશિના જાકર અથવા ચંદ્ર છઠ્ઠા અને આઠમા ભાવમાં હોય તો તેમને આ દિવસોમાં વધુ સચેત રહેવુ જોઇએ. આ 8 ગ્રહ, દૈનિક કાર્યો પર વિપરિત પ્રભાવ કરે છે.
હોલિકા દહનનો સમય
- હોળાષ્ટક- 21 માર્ચથી 28 માર્ચ સુધી
- હોલીકા દહનનો સમય- 28 માર્ચ, રવિવારે સાંજે 6.37થી 8.56 વાગ્યા સુધી
- ધૂળેટી- 29 માર્ચ સોમવારે
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31