GSTV
Gujarat Government Advertisement

જો જો ભૂલ કરતા/ બેન્કોના નનૈયા બાદ મોદી સરકાર જાતે ઉભી કરશે નેશનલ બેંક : 20 હજાર કરોડ નાંખી 3 લાખ કરોડ ભેગા કરશે

Last Updated on March 16, 2021 by

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં એક નવી નેશનલ બેંક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેંક મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ફંડ કરવાનું કામ કરશે. તેને વિકાસ નાણા સંસ્થા નામ આપવામાં આવ્યું છે.

દેશમાં ચાલી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ફંડ કરવાનું કામ કરશે

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામણે સરકારે બજેટમાં જ આ પ્રકારની બેંક બનાવવાની જાહેરાત કરી હોવાની માહિતી આપી હતી જેને હવે કેબિનેટે પણ મંજૂરી આપી દીધી છે. સીતારમનના કહેવા પ્રમાણે નાણા વિકાસ સંસ્થા દેશમાં ચાલી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ફંડ કરવાનું કામ કરશે. આ નવી સંસ્થા શૂન્યથી શરૂ કરવામાં આવશે. હાલ એક બોર્ડની રચના કરવામાં આવશે જે ભવિષ્યના નિર્ણયો લેશે. જો કે સરકાર તરફથી 20 હજાર કરોડ રૂપિયાનું પ્રારંભિક ફંડ આપવામાં આવશે.

બેંક દ્વારા બોન્ડ બહાર પાડવામાં આવશે

આ બેંક દ્વારા બોન્ડ બહાર પાડવામાં આવશે અને તે રીતે તેમાં રોકાણ કરવામાં આવશે. આગામી થોડા વર્ષોમાં 3 લાખ કરોડ રૂપિયા ભેગા કરવાની આશા છે. તેમાં રોકાણ કરનારાઓને ટેક્સ બેનિફિટ પણ મળશે. તેમાં મોટા સોવેરિઅન ફંડ, પેન્શન ફંડ રોકાણ કરી શકે છે.

જૂની બેંક આ પ્રકારના મોટા પ્રોજેક્ટમાં ફંડ કરવા તૈયાર નહોતી

હકીકતે કોઈ જૂની બેંક આ પ્રકારના મોટા પ્રોજેક્ટમાં ફંડ કરવા તૈયાર નહોતી. આશરે 6,000 જેટલા ગ્રીન બ્રાઉન ફીલ્ડ પ્રોજેક્ટ એવા છે જેને ફન્ડિંગની જરૂર છે. આ કારણે જ આવી સંસ્થા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો