GSTV
Gujarat Government Advertisement

ગામડાના લોકો માટે ખુશખબરી: ખેતી માટે જમીન અથવા ખેતર ન હોય તો પણ આ રીતે કરો કમાણી, સરકાર આપી રહી છે 3.75 લાખ રૂપિયા

Last Updated on March 16, 2021 by

જો તમે પણ એગ્રિકલ્ચર ફિલ્ડમાં પોતાનો બિઝનેસ શરૂ કરવા માગો છો અને ખેતીવાડી કરવા નથી માગતો તો આપના માટે સારો અવસર આવ્યો છે. હકીકતમાં જોઈએ તો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક યોજનાની શરૂઆત કરી છે. જેમાં આપ સરળતાથી ફક્ત બિઝનેસ જ નહીં, પણ સારા એવા પૈસા પણ કમાઈ શકો છો. ત્યારે આવા સમયે આ યોજનાથી ગામડાના એ લોકોને ખૂબ ફાયદો થઈ શકે છે, જે હાલમાં રોજગારી શોધી રહ્યા છે.

સાથે જ એ લોકો માટે પણ આ યોજના કારગર સાબિત થઈ શકે છે, જે લોકો કંઈ અલગ પ્રકારનો રોજગાર શોધવા માગે છે. ત્યારે આવા સમયે આપ પણ આ પ્રકારનો રોજગાર કરી શકો છો. તેનાથી આપને જલ્દીથી નફો કમાવાની તક મળશે. આજે અમે આપને અહીં જણાવવાની છીએ એ સ્કીમમાં આપ કઈ રીતે સારી એવી કમાણી કરી શકો અને ક્યાં અને કેવી રીતે રોકાણ કરશો તેની જાણકારી આપવા જઈ રહ્યા છીએ.

શું છે આ યોજના ?

હકીકતમાં જોઈએ તો, કેન્દ્ર સરકારની આ યોજનાનું નામ છે સોઈલ હેલ્થ કાર્ડ યોજના. આ સ્કીમ દ્વારા ગામ સ્તર પર મિની સોઈલ ટેસ્ટીંગ લૈબ સ્થાપિત કરવાની થાય છે. આ સ્કીમમાં લૈબ દ્વારા સારી એવી કમાણી થઈ શકે છે. હાલમાં દેશમાં ખેડૂત પરિવારની સંખ્યામાં લૈબ ખૂબ જ ઓછા છે. ત્યારે આવા સમયે આ ક્ષેત્રમાં રોજગારનો ખૂબ સારો એવો સ્કોપ છે.

અહીંયા શું થાય છે

અહીં ખેતીની માટીની તપાસ થાય છે. તેની તપાસ કર્યા બાદ તેમાંથી મળતા પોષક તત્વો વિશે શોધ કરવામાં આવે છે અને તેમાં ફરીથી સુધારો કરવામાં આવી શકે છે. માટીના નમૂના લેવા, તપાસ કરવા અને સોઈલ હેલ્થ કાર્ડ ઉપલબ્ધ કરાવા માટે સરકાર દ્વારા 300 પ્રતિ નમૂના આપવામાં આવે છે. અહીં માટીની તપાસ થયા બાદ ખબર પડે છે કે, આપને ખેતીના સમયે કેટલુ ખાતર નાખવુ જોઈએ, ક્યો પાક ઉગાવવો જોઈએ. સાથે જ ખાતર અને તેના સંબંધિત અન્ય જાણકારી પણ મળે છે.

કોણ ખોલી શકે આ લૈબ

આ યોજનામાં 18થી 40 વર્ષની ઉંમરવાળા ગ્રામિણ યુવાન આ લૈબ ખોલી શકે છે. સાથે જ ઉમેગવારને એગ્રિ ક્લિનિક, કૃષિ ઉદ્યમી ટ્રેનિંગની સાથે દ્વિતિય શ્રેણીમાં વિજ્ઞાન વિષય સાથે મેટ્રિક પાસ હોવું જરૂરી છે.

ખેડૂતો

કેટલો આવે છે ખર્ચ

આમ તો આવા કોઈ પણ પ્રકારની લૈબ ખોલવા માટે લગભગ 5 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. પણ આ યોજનાનો ફાયદો લેવા માટે આપને તેમાં 75 ટકા પૈસા સરકાર તરફથી મળે છે. એટલે કે, સરકાર આપને 3.75 લાખ રૂપિયા આપે છે. ત્યાર બાદ આપને ફક્ત 1 લાખ 25 હજાર રૂપિયા ખર્ચ કરવાના થાય છે. તો વળી કમાણીની વાત કરીએ તો, તેમાં સારી એવી કમાણી રહે છે.

ક્યાં કરવાનો થશે સંપર્ક

લૈબ બનાવવા માટે ઈચ્છુક યુવાન, ખેડૂત અને અન્ય સંગઠન જિલ્લાના કૃષિ વિભાગના કાર્યાલયમાં રજૂઆત કરી શકે છે. agricoop.nic.in અથવા soilhealth.dac.gov.in પર પણ સંપર્ક કરી શકો છે. કિસાન કોલ સેન્ટર (1800-180-1551) પર સંપર્ક કરી વધારે માહિતી લઈ શકો છો. સરકાર જે પૈસા આપશે તેમાં 2.5 લાખ તપાસ મીશન, રસાયણ તથા સ્કૈનર, જીપીએસની ખરીદી માટે એક લાખ રૂપિયા ખર્ચ થશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો