GSTV
Gujarat Government Advertisement

VIDEO / કંગાળ પાકિસ્તાનમાં હેલિકોપ્ટરમાંથી થયો નોટોનો વરસાદ, લોકોએ અગાશીમાં ચડી પૈસા લુંટ્યા

Last Updated on March 16, 2021 by

કંગાળ પાકિસ્તનના પંજાબ પ્રાંતમાં આવેલા મંડી બહાઉદીનમાં હેલિકોપ્ટરમાંથી નોટોનો વરસાદ થયો છે. વાસ્તવિકતામાં એક લગ્નસમારોહમાં જાનૈયાઓ ઉપર હેલિકોપ્ટરમાંથી ફુલ અને નોટોનો વરસાદ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં નોટોની વરસાદનો વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, વરરાજાનો ભાઈ વિદેશમાં રહે છે અને તે ભાઈના લગ્નમાં પાકિસ્તાનમાં આવ્યો છે. તેણે જાનૈયાઓ ઉપર નોટો અને ફુલોનો વરસાદ કરવા માટે ખાસ એક હેલિકોપ્ટરને ભાડે લીધું હતું.

પાકિસ્તનામાં આ પ્રકારનો આ પહેલો બનાવ નથી. આ પહેલા પણ ગુજરાંવાલામાં એક ઉદ્યોગપતિએ પોતાની પુત્રીના લગ્નમાં જાનૈયાઓ ઉપર ડોલરનો વરસાદ કર્યો હતો. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વિડીયોમાં જોઈ શકાય છે કે, લોકો ગાડી ઉપર ચડીને જાનૈયાઓ ઉપર નોટોનો વરસાદ કરી રહ્યાં છે. મોટી સંખ્યામાં પાકિસ્તાની નાગરિક દુનિયાના વિવિધ દેશોમાં રહે છે. તેવામાં વતન આવ્યા બાદ પર પોતાના લગ્નમાં ખુલીને ખર્ચો કરે છે.

દેવાના ડુંગરમાં ફસાયું છે કંગાળ પાકિસ્તાન

પ્રધાનમંત્રી ઈમરાન ખાન દેશમાં વધતી મોંઘવારી અને બેરોજગારીને રોકવામાં નિષ્ફળ રહ્યાં છે. મોટા પ્રમાણમાં વિદેશોમાંથી દેવું લઈને ઈમરાન પાકિસ્તાનની જનતાને દેવાના જાળમાં ફસાવી રહ્યાં છે. કેટલાક દિવસ પહેલા એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે દેવાના ડુંગર તળે દબાયેલા પાકિસ્તાનના દરેક નાગરિક ઉપર 1 લાખ 75 હજાર રૂપિયાનું દેવું છે. જેમાં ઈમરાનખઆનની સરકારને 54,901 રૂપિયાનું યોગદાન આપ્યું છે. બેરોજગારી અને મોંઘવારીથી જનતાને રાહત દેવા માટે ઈમરાન કડક પગલા ઉપાડવામાં નિષ્ફળ રહ્યાં છે.

પેટ્રોલ-ડીઝલની કિંમતો વધારનારી છે ઈમરાન સરકાર

બીજી બાજુ પેટ્રોલ અને ડીઝલની કિંમતોથી પણ જનતા બેહાલ છે. તેવામાં જણાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાનના તેલ અને ગેસ નિયામક પ્રાધિકરણે પેટ્રોલિયમ ડિવિઝનને એક સમરી મોકલી આપી છે. જેમાં તેમણે પેટ્રોલિયમ પેદાશોની કિંમતમાં વધારો કરવાનું સુચન કર્યું છે. તેવામાં પેટ્રોલની કિંમતમાં 5.50 રૂપિયા પ્રતિ લીટટર અને ડીઝલની કિંમતોમાં 6 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવાનું સુતન કરવામાં આવ્યું છે. તેવામાં લાગી રહ્યું છે કે, ઈમરાન ખાન પાકિસ્તાનની જનતાનું તેલ કાઢીને જ દમ લેશે.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો