GSTV
Gujarat Government Advertisement

ઓનલાઈન ખરીદી કરતા પહેલાં ચેતજો: માત્ર 500 રૂપિયાનું મરચું પડ્યું લાખો રૂપિયામાં, ચાલાક ટોળકીએ ગણતરીના કલાકોમાં એકાઉન્ટ કર્યું સાફ

Cyber crime

Last Updated on March 16, 2021 by

અમદાવાદ શહેરમાંથી સાઈબર ફ્રોડને લગતા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં શહેરના નારોલ વિસ્તારમાં રહેતા એક પરિવારને ઓનલાઈન ખરીદી કરવી બહુ ભારે પડી છે. જેમાં માત્ર 500 રૂપિયાનો મરચાનો પાવડર રૂપિયા 1.16 લાખમાં પડ્યો છે. અને સમગ્ર પરિવાર આઘાતમાં સરી ગયો છે. આ છેતરપીડીં ઓનલાઈન ખરીદી કરતી વખતે સર્જાઈ હતી. સાઈબર ક્રાઈમ કરનાર શખ્સે ચાલાકીથી બેન્ક ઓટીપી (OTP) મેળવીને એકાઉન્ટ સંપૂર્ણ પળે ખાલી કરી દીધુ અને તમામ રૂપિયા ચાંઉ કરી દીધા હતા. પરિવારમાં લગ્નપ્રસંગ હતો જે હવે અટવાઈ ગયો છે.

પરિવારમાં લગ્નપ્રસંગ હતો જે હવે અટવાઈ ગયો

ઉલ્લેખનીય છે કે શહેરમાં સાઈબર ક્રાઈમની ઘટનામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. ત્યારે ચાલાક ચોર ટોળકીનો વધુ એક પરિવાર આનો ભોગ બન્યો છે. શહેરના નારોલમાં વસવાટ કરતા રમેશ ભાવસારને ઓનલાઈન ખરીદી ભારે પડી છે. સમગ્ર બાબત એ છે કે આ વ્યક્તિએ ઓનલાઈન રૂ 500નું એક કિલો મરચા પાવડરનો ઓર્ડર મંગાવ્યો હતો, જોકે ઓર્ડર મુજબ ગત 13 તારીખના રોજ તેમના ઘરે એક કિલોના બદલે 500 ગ્રામ મરચું આવ્યું હતું, અને રૂપિયા એક કીલોના ભર્યા હતા.

250 રૂપિયા પરત મેળવવામાં ગુમાવ્યા એક લાખથી વધુ

જેમાં 250 રૂપિયા પરત મેળવવા માટે હેલ્પલાઈનમાં નંબર મેળવીને કંપની સાથે સંપર્ક કર્યો હતો, પરંતુ તેમનો કોલ કસ્ટમર કેરના બદલે સાયબર ક્રાઈમ આચરનાર શાતિર ચોર ટોળકીને લાગ્યો હતો. આ ટોળકીએ તેમને રૂપિયા પરત આપવાના બહાને બેન્ક એટીમ નંબર અને ઓટીપી મેળવી લીધો અને આ ટોળકીએ 1.16 લાખ રૂપિયા સમયાંતરે ઉપાડીને એકાઉન્ટ ખાલી કરી દીધું હતું. જ્યારે રમેશ ભાવસર ઠગ ટોળકીનો ભોગ બન્યાની જાણ મોડેથી થઈ હતી. ઉલ્લેખનીય છે કે ઓનલાઈન ખરીદી તેમને લાખો રૂપિયામાં પડી હતી.

સમગ્ર ઘટનાની ગંભીરતા લઈને નારોલ પોલીસે તપાસ શરૂ પણ કરી

છેતરપિંડી થયા બાદ પરિવારે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. ચોંકાવનારી બાબત તો એ છે કે આ ચાલાક ટોળકીએ એની ડેસ્ક નામની એપ ડાઉનલોડ કરાવીને ફોનનો સમગ્ર ડેટા મેળવી શકે છે. ઉલ્લેખનીય છે કે આ પરિવાર ઓનલાઈ ખરીદી મામલે તમામને જાગૃત કરી રહ્યો છે. જોકે સમગ્ર ઘટનાની ગંભીરતા લઈને નારોલ પોલીસે તપાસ શરૂ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે સાઈબર ક્રાઈમ પણ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.. જો તમે પણ ઓનલાઈન ખરીદી કરતા હોય તો સાવચેત રહેવાની જરૂર છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો