GSTV
Gujarat Government Advertisement

હેલ્થ ટીપ્સ/ શું તમે જાણો છો કે પાણી કેવી રીતે પીવુ જોઈએ? આ રીતે પાણી પીઓ છો તો થઈ શકો છો ગંભીર બીમારીનો શિકાર

Last Updated on March 16, 2021 by

માનવ શરીરમાં પાણીની માત્રા લગભગ 60 ટકા પાણી હોય છે. પાણીનુ લેવલ આપણા શરીર માટે ઓક્સિજન અને પોષક તત્વોને પહોંચાડવાનુ કામ કરે છે. શરીરના અંગો અને ઉત્તકોની રક્ષા પણ કરે છે. ભરપુર પાણી પીવુ આપણા માટે જરૂરી છે. પણ શું તમે જાણો છો કે, આપણે પાણી કેવી રીતે પીવુ જોઈએ. ઘણા લોકોની ટેવ હોય છે કે તેઓ ઉભા ઉભા પાણી પીઓ છે. તો આજે તઅમે તમને જણાવીશુ એ વિશે કે પાણી કેવી રીતે પીવુ જોઈએ અને તેનાથી શુ લાભ થાય છે.

પાચન ક્રિયાને કરે છે પ્રભાવિત

જો તમમે ઉભા રહીને પાણી પીવો છો તો પાણી ઝડપથી ગળામાં રહેલા ફૂડ પાઈપથી થઈને પેટમાં જાય છે. ઝડપથી આવકા પાણીના પ્રેશરને લીધે આસપાસના અંગો અને પેટની દિવાલોને નુકસાન થાય છે. જેતી આગળ તમને પાચન ક્રિયામાં અસર થાય છેય તેના કારણે હાર્ટ બર્ન અને અલ્સર જેવી સમસ્યાઓ ઉભી થાય છે.

કીડનીને લગતી સમસ્યા

ઉભુ રહીને પાણી પીવાથી પાણી પ્રેશર સાથે પેટમાં જાય છે. જેથી તમામ અનફિલ્ટર્ડ ચીજો બ્લડરમાં જમા થાય છે. અને તેની સીધી અસર કીડની પર પડે છે. કીડનીનું કામ પાણીને સાચી રીતે ગાલવાનુમ હોય છે. જયારે આપણે ઉભા રહીને પાણી પીએ છીએ તો, તે પોતાનું કામ સારી રીતે નથી કરી શકતી અને પાણી ફિલ્ટર થઈ શકતુ નથી. કીડનામાં જ સ્ટોર થઈ જાય છે. જેથી કીડ્નીની સમસ્યાઓ, યૂરીન ઈંફેકશન અને બળતરાનો અનુભવ થાય છે.

આર્થરાઈટિસનો રહે છે ખતરો

જો તમે ઉભા રહીને પાણી પીઓ છો તો તેના કારણે આગળ આર્થરાઈટિસ પણ થઈ સકે છે. હકીકતમાં, જયારે તમે ઉભા રહીને પાણી પીઓ છો તો તે શરીરમાં ફ્લૂઈડના બેલેંસને પણ બગાડે છે. એટલુ જ નહિ, સાંધા વચ્ચે રહેલા ફ્લૂઈડને પણ સંતૂલનને પ્રભાવિત કરે છે. જેથી આંગળીઓ, ધૂંટણ, કમર વગેરે સાંધાના દુખાવાની સમસ્યા આવે છે.

તરસ છીપાતી નથી.

જો તમે ઉભા-ઉભા પાણી પીઓ છો તો તમારી તરસ છીપાતી નથી. અને તમને વારમવાર તરસ લાગે છે. જેથી પાણી હંમેશા બેસીને આરામથી જ પીવુ જોઈએ. તે સ્વાસ્ત્ય માટે ખૂબ જરૂરી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો