Last Updated on March 16, 2021 by
જો તમે પણ બિઝનેસ કરવાનો પ્લાન કરી રહ્યા છો તો હવે ઇન્ડિયન રેલવે સાથે જોડાઈ કમાણી કરી શકો છો. તમે ઓછી રકમમાં બમ્પર ફાયદા વાળા બિઝનેસ શરુ કરી શકો છો. જણાવી દઈએ કે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ભારતીય રેલવેએ MSMEને પોતાનો ભાગીદાર બનવાનો મોકો આપ્યો છે. જો તમે પણ ભાગીદાર બનવા માંગો છો તો તમારી પાસે સારી તક છે. એમાં તમે રેલવે સાથે જોડાઈ સારી કમાણી કરી શકો છો.
રેલવેના પ્રોડક્ટ વેચી કરો કમાણી
તમને જણાવી દઈએ કે વાર્ષિક 70,000 કરોડ રૂપિયાથી વધુના પ્રોડક્ટ ખરીદે છે. એમાં ટેક્નિકલ અને ઇન્જીનિયરિંગ પ્રોડક્ટ સાથે ડેઇલી યુઝમાં આવતા ઘણા પ્રકારના પ્રોડક્ટ સામેલ છે. એવામાં નાનો કારોબાર ચાલુ કરી રેલવેને વેચી શકો છો. જો તમે પણ રેલ્વે સાથે વ્યવસાય કરવા માંગતા છો, તો તમે https://ireps.gov.in અને https://gem.gov.in પર નોંધણી કરાવી શકો છો.
કેવી રીતે શરુ કરી શકો છો બિઝનેસ
જણાવી દઈએ કે રેલ્વે પ્રોડક્ટ તે કંપની પાસેથી ખરીદે છે જે બજારમાં સસ્તો માલ પૂરો પાડે છે. તેથી આવી સ્થિતિમાં, તમારે કોઈ પણ ઉત્પાદન પસંદ કરવું પડશે કે જે તમે કંપની પાસેથી સસ્તામાં ખરીદી શકો.ત્યાર પછી ડિજિટલ સિગ્નેચર બનાવો. તેની મદદથી તમે રેલવેની https://ireps.gov.in અને https://gem.gov.in વેબસાઇટ્સની મુલાકાત લઈને નવા ટેન્ડર જોઈ શકશો. ટેન્ડર લગાવતી વખતે તમારી કિંમત અને નફાની સંભાળ રાખો. તે જ આધારે ટેન્ડર મુકો. આ સિવાય, ધ્યાનમાં રાખો કે જો તમારા રેટ સ્પર્ધાત્મક છે, તો તમારા માટે ટેન્ડર મેળવવું વધુ સરળ રહેશે. રેલવે સેવાના પુરવઠા માટે કેટલીક ટેક્નિકલ લાયકાતની માંગ કરે છે.
આ સિવાય, એમએસએમઇને પ્રોત્સાહન આપવા માટે રેલ્વે મોટો નિર્ણય લઈ રહ્યો છે. કોઈપણ રેલ્વે ટેન્ડરના 25 ટકા સુધીના ખર્ચમાં એમએસએમઇઓને 15 ટકા સુધીની પ્રાધાન્યતા મળશે. આ સિવાય નાના ઉદ્યોગોને પણ સિક્યુરિટી ડિપોઝિટ જમા કરવાની શરતો અને સિક્યુરિટી ડિપોઝિટની રકમમાંથી મુક્તિ આપવામાં આવી છે.
ફરી રજીસ્ટ્રેશનની જરૂરત નહિ પડે
જણાવી દઈએ જો તમે પહેલા રજીસ્ટ્રેશન કરી રાખ્યું છે અથવા રેલવેની કોઈ બીજી એજન્સીમાં પ્રોડક્ટ સપ્લાય માટે રજીસ્ટ્રેશન કરી રાખ્યું છે તો તમારે નવા રજીસ્ટ્રેશનની જરૂરત નહિ થાય. એક વાર રજીસ્ટ્રેશન કરાવી રેલવે સાથે બિઝનેસ શરુ કરી શકે છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31