Last Updated on March 16, 2021 by
કોરોના વાયરસ મનોરંજન ઇન્ડસ્ટ્રીમાંના લોકોમાં ઝડપથી ફેલાતો જાય છે. ટીવીના જાણીતા શો ગુમ હૈ કિસી કે પ્યાર મેંના લીડ એકટર નીલ ભટ્ટ પછી આ શોની લીડ અભિનેત્રી ઐશ્વર્યા શર્મા પણ કોરોનાના સપાટામાં આવી છે. એટલું જ નહીં શોના ઘણા ક્રુ મેમ્બર્સ પણ કોરોના પોઝિટિવ મળ્યા છે. આ શોનું શૂટિંગ હવે લીડએકટર્સ વગર કરવામાં આવશે.
નીલ અને ઐશ્વર્યાએ પોતાને ક્વોરન્ટાઇન કરી લીધા છે, અને મેકર્સે બન્ને એકટર્સ વગર શોનું શૂટિંગ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. જોકે હાલ આ શોના સેટ પર હોલી સીકવન્સનું શૂટિંગ ચાલી રહ્યું છે. શોના મુખ્ય એકટર નીલ ભટ્ટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાની જાણકારી શોના નિર્માતા રાજેશ રામ સિંહે આપી હતી. આ પછી શોનું શૂટિંગ રદ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર, સેટ પર કોરોનાની ગાઇડલાઇન્સને પૂરી રીતે અનુસરવામાં આવે છે.
એશ્વર્યા સાથે કેટલાક ક્રૂ મેંબર પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. નીલ અને એશ્વર્યા બન્નેએ ખુદને ક્વોરન્ટાઈન કર્યા છે. નીલ પોઝિટીવ થયા બાદ સૉની શૂટિંગ રોકવામાં આવી છે. હાલ વધુ કેટલાક દિવસ માટે શૂટિંગને રોકવામાં આવશે. એક રિપોર્ટ મુજબ સેટ પર કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરાઈ રહ્યુ છે.
શૉના નિર્માતા રાજેશ રામ સિંહે આ વાતની પુષ્ટિ કરતા કહ્યુ કે, હાં આ વાત સાચી છે. નીલને જયારે તે હોલી સીકવન્સની શૂટિંગ કરી કરી રહ્યો હતો ત્યારે તેને કેટલાક લક્ષણો દેખાયા હતા. જોકે, જેવી જ આ વાત નીલે પ્રોડક્શન હાઉસને કહી ત્યારે તરત જ શૂટિંગ રોકવામાં આવી હતી. શૂટ અધૂરુ છોડીને નીલે પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેનુ રિઝલ્ટ પોઝિટીવ આવ્યુ હતું. હાલ તેની ગેરહાજરીમા પ્રોડક્શન બીજા ટ્રેક પર કામ કરી રહ્યુ છે. હોળીના સિકવન્સને હાલ પોસ્ટપોન કરાયુ છે. પ્રોડક્શન પાસે બેક એપિસોડ ન હોવાને કારણે તે આશા કરી રહ્યા છે કે નીલ જલ્દી સ્વસ્થ થઈ જાય.
ફેંસને આપી હતી સરપ્રાઈઝ
નીલ ભટ્ટ અને એશ્વર્યાના અફેરને અથવા પ્રેમની કોઈ ખબર બહાર આવી નહોતી. બંને એકટર પોતાની આ લવસ્ટોરી મીડિયાની મજરોથી છુપાવવામાં સફળ રહ્યા હતા. એશ્વર્યા અને નીલે સગાઈની તસ્વીરો શેર કરતા ફેંસને સરપ્રાઈઝ આપી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યુ હતું કે ‘સાથે કરેલા પાગલપનથી લઈને મસ્તી અને બાદમાં પ્રેમ થયો હતો અને હવે અમે જીવનભર માટે એક થઈ ગયા હતા.’
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31