Last Updated on March 15, 2021 by
દેશની ત્રીજી સૌથી મોટી સરકારી બેંક બેંક ઓફ બરોડાએ પોતાના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. BOBએ બરોડા રેપો લિંક્ડ લેંડિંગ રેટ BRLLRમાં 10 બેઝીક પોઈન્ટ એટલે કે, 0.10 ટકાનો ઘટાડો કર્યો છે. નવા દરો આજે એટલે કે, 15 માર્ચ 2021થી લાગુ થશે. આ ઘટાડા બાદ BRLLR 6.85 ટકાથી ઘટીને 6.75 ટકા થઈ ગયો છે. તેના પગલે હોમ લોન, ઓટો લોન કે પછી પર્સનલ લોન લેનારા ગ્રાહકો ઉપર લોનના વ્યાજનો બોજ ઓછો પડશે.
એક્સટર્નલ બેંચમાર્ક રેપો લિંક્ટ રેટમાં ઘટાડાની સાથે બેંકના ચમામ રીટેલ લોન પોતાની રીતે એડજસ્ટ થઈ જશે. હોમ લોન, મોર્ગેજ લોન, કાર લોન, એજ્યુકેશન લોન, પર્સનલ લોન અને અન્ય તમામ રીટેલ લોન પ્રોડક્ટનો પણ લાભ મળશે.
લોનના વ્યાજ દરો ઘટીને આટલા થયા
બેંક તરફથી આવેલા નિવેદન પ્રમાણે, BRLLRમાં ઘટાડા બાદ હોમ લોન પર વ્યાજ 6.75 ટકા અને ઓટો લોન પર 7 ટકાથી શરૂ થશે. તો મોર્ગેજ વાળી બીજી લોન ઉપર 7.95 ટકા અને એજ્યુકેશન લોન ઉપર 6.75 ટકા લાગશે.
આ બેંકોએ પણ ઘટાડ્યાં વ્યાજના દરો
આ પહેલા દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક, પ્રાઈવેટ સેક્ટરમાં ICICI, કોટક મહિન્દ્રાબેંક અને HDFCએ લોનના વ્યાજના દરોમાં ઘટાડો કર્યો હતો. બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર હર્ષદકુમાર ટી. સોલંકીએ કહ્યું હતું કે, BRLLRમાં ઘટાડાથી ગ્રાહકો માટે અમારી લોન હવે વધારે સસ્તી થઈ છે. તેણે કહ્યું કે, ડિજિટલ પ્રોસેસથી ગ્રાહકોને લોન લેવાનું સરળ બન્યું છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31