Last Updated on March 15, 2021 by
એડવાન્સ ટેક્સ ભરવાનો છેલ્લી તારીખ 15 માર્ચ છે. જો તમે આજે એડવાન્સ ટેક્સ જમા કરાવતા ચુકી ગયા છો તો તમને ભારે દંડ ભરવો પડી શકે છે. વરિષ્ઠ નાગરિક જેની બિઝનેશ આવક નથી તેણે છોડીને 10 હજાર રૂપિયાથી વધારે ટેક્સ દેનારા લોકોને એડવાન્સ ટેક્સ ભરવાનો રહે છે. એક નાણાકીય વર્ષમાં એડવાન્સ ટેક્સની ચુકવણી ચાર હપ્તાના રૂપમાં કરવાની રહે છે. એડવાન્સ ટેક્સના ચાર હપ્તા 15 જુલાઈ, 15 સપ્ટેમ્બર, 15 ડિસેમ્બર અને 15 માર્ચ સુધી ભરવાના હોય છે. એડવાન્સ ટેક્સ નહીં ચુકવનારાને પેનલ્ટી ભરવી પડી શકે છે.
ITના નિયમો પ્રમાણે ટેક્સપેયર્સના ચાર હપ્તા 15 ટકા, 45 ટકા, 75 ટકા અને 100 ટકા એડવાન્સ ટેક્સની ચૂકવણી કરવાની હોય છે. જો ટેક્સપેયર્સ ડેડલાઈનની અંદર એડવાન્સ ટેક્સની ચૂકવણી કરવામાં વિફળ રહે છે તો કલમ 234બી અને 234સી હેઠળ વ્યાજની ચૂકવણી કરવાની રહે છે.
ચૂકવવુ પડશે વ્યાજ
જો કોઈ વ્યક્તિ 15 માર્ચ સુધી એડવાન્સ ટેક્સ જમા નથી કરતો તો કે ઓછો ટેક્સ જમા કરાવ્યો છે તો તેને તે નાણાકીય વર્ષના 31 માર્ચ સુધીમાં તેની ચૂકવણી કરવાની રહે છે. આ ચૂકવણીમાં પણ એડવાન્સ ટેક્સ માની લેવામાં આવશે. પરંતુ 15 માર્ચથી 31 માર્ચની વચ્ચે એડવાન્સ ટેક્સ જમા કરાવવા ઉપર એક ટકો વ્યાજ દેવાનો રહેશે.
ઓનલાઈન કરી શકો છો એડવાન્સ ટેક્સની ચૂકવણી
આજે એડવાન્સ ટેક્સ જમા કરાવવાની છેલ્લી તારીખ છે. તેવામાં તમે એડવાન્સ ટેક્સની ચૂકવણી ઓનલાઈન કરી શકો છો. ઓનલાઈન ચૂકવણી કરવા માટે આવકવેરા વિભાગની વેબસાઈટ www.incometaxindia.gov.in ઉપર લોગ ઈન કરીને ઈ-પે ઉપર ક્લીક કરીને એડવાન્સ ટેક્સ ભરી શકો છો.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31